વૈજ્ઞાનિકે આપી ચેતવણી – બ્રિટનમાં ફરી કોરોનાના સ્વરુપમાં બદલાવનો ભય વર્તાઈ રહ્યો છે
- બ્રિટનમાં નવા કોરોનામાં બદલાવનો ભય
- વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભય હાલ પણ જોવા ણળી રહ્યો છે, ત્યારે બ્રિટનમાં તો કોરોનાના નવા સ્ટ્રેનને લઈને ભય વર્તાઈ રહ્યો છે, જો કે હવે તેનાથી વિશેષ વાત એ છે કે અહીંના વૈજ્ઞાનિકોએ આ નવા કોરોનાના સ્ટ્રેનમાં પણ ફેરબદલી થવાની ચેતવણી ઉચ્ચારી રહ્યા છે.
આ મામલે યુકેના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે દક્ષિણ ઇંગ્લેન્ડમાં વિતેલા વર્ષ દરમિયાન સર્જાયેલા કોરોના વાયરસના અત્યંત ચેપી અને જીવલેણ સ્વરૂપ સામે આવ્યું હતું. કોરોનાના આ નવા સ્વરૂપમાં પણ ફેરબદલ થવાનો ભય જોવા મળી રહ્યો છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે પરીક્ષણ વખતે, ઇંગ્લેન્ડના કેન્ટ વિસ્તારમાં મળી આવેલા વાયરસના સ્વરૂપમાં પરિવર્તનની ભાળ મળી છે , કોરોનાના સ્વરુપમાં થયેલા આ ફેરફારનું નામ છે E484 . આ પહેલા કોરોના વાયરસના સ્વરૂપમાં થયેલા ફેરફાર દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં પણ જોવા મળ્યા હતા.
સંભાવનાઓ છે કે વાયરસના સ્વરૂપમાં આ ફેરફાર રોગપ્રતિકારક શક્તિમાં પ્રવેશ કરી શકે છે અને ગહાલમાં જે વેક્સિન છે તે તેનાથી બચવામાં નહીવત અસરકારક હશે, કેમ્બ્રિજ યુનિવર્સિટીની કેમ્બ્રિજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ થેરાપ્યુટિક ઇમ્યુનોલોજી એન્ડ સંક્રમિત રોગોમાં સંશોધન નિષ્ણાંતો દ્વારા અત્યાર સુધી આ બાબતે સમીક્ષા થઈ નથી,
સીઆઈટીઆઈડીડીના અગ્રણી સંશોધનકારે કહ્યું કે “સૌથી ચિંતાજનક એ વાયરસના એક પ્રકાર E484 છે, જેનું સંક્રમણ અત્યાર સુધીમાં ફક્ત થોડા જ લોકોમાં જોવા મળી રહ્યું છે. અમારા સંશોધનથી સંકેત મળ્યું છે કે આ નવા સ્વરૂપ ઉપર રસી ઓછી અસરકારક રહેશે. “તેમણે કહ્યું કે વાયરસના આ સ્વરૂપમાં પણ પરિવર્તન આવ્યું છે, જે ચિંતાનો વિષય બને છે.
સાહિન-