Site icon Revoi.in

ઓમિક્રોન અને કોરોનાથી બચવા માટે ડબલ માસ્કનો ઉપયોગ કરવા વૈજ્ઞાનિકોની સલાહ

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભારમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમેરિકા અને યુકે સહિતના દેશોએ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટએ હાહાકાર મચાવ્યો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોનથી બચવા ડબલ માસ્ક પહેરવાની લોકોને સલાહ આપી છે. ઓમિક્રોન સામે ડબલ માસ્ક 91 ટકા રક્ષણ આપતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

માઇક્રોબાયોલોજિસ્ટ યુએન ક્વોક-યુંગનું કહેવું છે કે જે લોકો પહેલાથી જ ગંભીર બીમારીઓથી પીડિત છે તેમણે બે માસ્ક પહેરવા જોઈએ. આ સિવાય જે લોકોને રસી આપવામાં આવી નથી, ડૉક્ટરો અને એરપોર્ટ કામદારોને પણ ચેપનું જોખમ વધારે છે. તેઓએ ડબલ માસ્કિંગનું પણ પાલન કરવું જોઈએ.ચાઈનીઝ યુનિવર્સિટી ઓફ હોંગ-કોંગના પ્રોફેસર ડેવિડ હુઈના જણાવ્યા અનુસાર, માસ્ક પહેરવાથી મોંની બંને બાજુએ ગાબડા પડવાથી અથવા માસ્ક ઢીલો થવાને કારણે ચેપનું જોખમ વધી જાય છે. તેથી, જાહેર પરિવહન, કન્ટેનમેન્ટ ઝોન, હોસ્પિટલ અથવા ભીડવાળા વિસ્તારોમાં બે માસ્ક પહેરવા જોઈએ.

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરના સામેની લડાઈ લડી રહ્યાં છે. કોરોનાને મહાત આપવા માટે લોકોને માસ્ક પહેરવાની સાથે સમાજીક અંતર રાખવાની અવાર-નવાર વિવિધ સંસ્થાઓ સરકારો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. દુનિયાના મોટાભાગના દેશોમાં બાળકોને પણ કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. જો કે, કોરોનાના અન્ય વેરિએન્ટની સામે ઓમિક્રોન ઝડપથી ફેલાતો હોવાથી તબીબો અને વૈજ્ઞાનિકોમાં ચિંતામાં વધારો થયો છે. ભારતમાં હાલ કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે.