1. Home
  2. ગુજરાતી
  3. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો ખોવાયેલો ‘સુપરમાઉન્ટેન’,હિમાલયથી પણ ત્રણ ગણા મોટા હતા આ પર્વતો
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો ખોવાયેલો ‘સુપરમાઉન્ટેન’,હિમાલયથી પણ ત્રણ ગણા મોટા હતા આ પર્વતો

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો ખોવાયેલો ‘સુપરમાઉન્ટેન’,હિમાલયથી પણ ત્રણ ગણા મોટા હતા આ પર્વતો

0
Social Share
  • વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો ખોવાયેલો ‘સુપરમાઉન્ટેન’
  • હિમાલયથી પણ ત્રણ ગણા મોટા હતા આ પર્વતો
  • પહાડોનું કામ પૃથ્વી પર ઓક્સિજનનું સ્તર વધારવાનું હતું

લાખો વર્ષો પહેલા પૃથ્વી પર ડાયનોસોર જેવા અનેક મહાકાય પ્રાણીઓ રહેતા હતા, તમે આ તો જાણતા જ હશો, પરંતુ તમને ખબર નહીં હોય કે તે સમયે પર્વતો પણ આજના પર્વતો કરતા મોટા હતા.જી હા, વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ‘સુપરમાઉન્ટેન’ ની શોધ કરી છે, જે હિમાલય કરતા ત્રણ ગણા મોટા હતા.તમે એ તો જાણતા જ હશો કે માઉન્ટ એવરેસ્ટ હિમાલયથી પણ સૌથી ઉંચો છે,જેની ઉંચાઈ 8,848 મીટર છે, પરંતુ સંશોધકોનું કહેવું છે કે,અબજો વર્ષ પહેલા પૃથ્વી પર આવી પર્વતમાળાઓ હતી, જે સમગ્ર ખંડમાં ફેલાઈ ગઈ હતી.

સંશોધકોના મતે, હિમાલય કરતા લાંબી આ પર્વતમાળાઓએ પૃથ્વીના વિકાસમાં મદદ કરી.વાસ્તવમાં, જ્યારે ખંડો વિકસતા હતા ત્યારે તેમની રચના થઈ હતી.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,આ વિશાળ પહાડોનું કામ પૃથ્વી પર ઓક્સિજનનું સ્તર વધારવાનું હતું.

એક અભ્યાસ મુજબ, 8,000 કિ.મી.માં ફેલાયેલા સુપરમાઉન્ટન્સની લંબાઈ વર્તમાન હિમાલયની શ્રેણીઓ (2,400 કિમી) કરતાં ત્રણ ગણી વધારે હતી અને પૃથ્વીના ઈતિહાસમાં તેની રચના બે વખત થઈ હતી. પ્રથમ વખત સુપરમાઉન્ટેનની રચના 2 થી 1.8 અબજ વર્ષો પહેલા થઈ હતી, જ્યારે બીજી વખત સુપરમાઉન્ટેનની રચના 650 થી 500 મિલિયન વર્ષો પહેલા થઈ હતી. સંશોધકો માને છે કે,સુપરમાઉન્ટ રચનાના આ બે ઉદાહરણો અને પૃથ્વીના ઇતિહાસમાં ઉત્ક્રાંતિના બે સૌથી મહત્વપૂર્ણ સમયગાળા વચ્ચે જોડાણ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code