- ચીનમાં ચામડચીડિયામાં નવા વાયરસની પૃષ્ટી
- માણસોમાં વાયરસ ફેલાવાનો ભય
દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના મહામારીની ઉત્પત્તિ ચીનમાંથી થઈ હતી ,ચીનમાંથી ઉદ્ભવેલા વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે હવે ચીનમાં વૈજ્ઞાનિકોએ ચામડચીડિયામાં નવા વાયરસની પૃષ્ટી કરી છે જેને હવે માણસોમાં પણ ફેલાવાનો ભય દેખાઈ રહ્યો છે.
આ સાથે જ હવે વૈજ્ઞાનિકો દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે આ વાયરસ ઈન્સાનોમાં પણ ફેલારઈ શકે છે.બઆ મામલે બ્રિટિશ સમાચાર પત્રમાં એહવાલ રજૂ કરવામાં આવ્યો છે
આ સમાચાર એહેવાલ પ્રમાણે ચીનના અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એ લાઓસ અને મ્યાનમારની સરહદે આવેલા ચીનના યુનાન પ્રાંતમાં 149 ચામાચીડિયાના નમૂના લીધા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમાં એવા પાંચ વાઈરસ છે જે માણસો કે પ્રાણીઓમાં રોગ ફેલાવી શકે છે.તેમાં હાજર BtSY2 નામનો વાયરસ SARS-CoV-2 સાથે સંકળાયેલો છે. આ એ જ વાયરસ છે જેણે સમગ્ર વિશ્વમાં કોવિડ-19 ફેલાવ્યો હતો.BtSY2 માં સ્પાઇક પ્રોટીનનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે, જે કોવિડની જેમ માનવ કોષો પર હુમલો કરે છે. એટલે કે તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ વાયરસ મનુષ્યને સંક્રમિત કરી શકે છે.
યુનિવર્સિટી ઓફ સિડનીના ઇવોલ્યુશનરી બાયોલોજીસ્ટ અને વાઇરોલોજિસ્ટ અને રિપોર્ટની જો વાત માનવામાં આવે તો સહ-લેખક પ્રોફેસર એડી હોમ્સે કહ્યું, ‘આનો અર્થ એ છે કે SARS-COV-2 જેવા વાયરસ હજુ પણ ચાઇનીઝ ચામાચીડિયામાં ફેલાય છે. તેથી, કોરોના જેવા વાયરસ ફેલાવાનો ભય જોઈ શકાય છે