- ભારતમાં કોરોનાની બીજી લહેર
- આ અઠવાડિયે લહેર અતિજોખમી બનવાની સંભાવના
- વૈજ્ઞાનિકોએ લગાવ્યું અનુમાન
દિલ્લી: ભારતમાં જે રીતે કોરોનાવાયરસની બીજી લહેર જોવા મળી છે તેને લઈને કેન્દ્ર સરકાર તથા સામાન્ય જનતા પણ ચીંતીત છે. કોરોનાની બીજી લહેર અતિજોખમી સાબિત થઈ છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા ફરીવાર એવુ અનુમાન લગાવવામાં આવ્યું છે જે તમામ લોકોમાં વધારે ચીંતા પેદા કરી શકે છે.
ભારતમાં વધતા જતા કોરોનાવાયરસના સંક્રમણને લઈને પ્રોફેસર એમ.વિદ્યાસાગરે અનુમાન લગાવ્યું છે. પ્રોફેસર એમ.વિદ્યાસાગર ગણિતના એક મોડલના નિષ્ણાંત છે અને તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેર સાતમી મેના રોજ પોતાના પીક (Corona Peak) પર હોઈ શકે છે.
વિદ્યાસાગરે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કોરોનાની બીજી લહેર સાતમી મેના રોજ પોતાના પીક પર હોઈ શકે છે. પ્રોફેસર વિદ્યાસાગરે કોરોનાના પીક અને કેસ ઘટવા અંગે જે માહિતી આપી છે તે સાચી હોય તો દેશ માટે ખૂબ મોટા રાહતના સમાચાર છે. હકીકતમાં દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ છે. કોરોના દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હૉસ્પિટલોમાં બેડ અને ઑક્સિજન પણ ઓછા પડી રહ્યા છે.
કોરોનાની બીજી લહેર વિશે તેમણે કહ્યુ કે, કોરોનાની બીજી લહેર મહારાષ્ટ્રમાંથી શરૂ થઈ હતી. એટલે કોરોનાનો પીક પણ સૌથી પહેલા ત્યાં જ આવશે. દર્દીઓની સંખ્યા પણ ત્યાં જ સૌથી ઓછી થશે. મહારાષ્ટ્ર સાથે જોડાયેલા રાજ્યોની સ્થિતિ પણ એવી જ હશે. કારણ કે મહારાષ્ટ્રને કારણે અહીં કોરોનાના આંકડા વધારે છે. જે રાજ્યો મહારાષ્ટ્રથી દૂર હશે ત્યાં ધીમે ધીમે પીક આવશે અને બાદમાં કેસ ધીમે ધીમે ઘટવા લાગશે. પ્રોફેસર વિદ્યાસગરે કહ્યુ કે મે પછી કોઈ રાજ્યમાં પીક આવે તેવી સંભાવના ખૂબ ઓછી છે.