સાયબર સુરક્ષાને લઈને દિલ્હીમાં આજથી SCO દેશોના સેમિનારનો આરંભ – પાકિસ્તાન,ચીન સહીત દેશોના પ્રતિનિધિઓ રહેશે હાજર
- આજથી દિલ્હીમાં સાયબર સુરક્ષાને એસસીઓ દેશોના સેમિનાર
- પાકિસ્તાન,ચીન સહીતના દેશોના પ્રતિનિધિઓ રહેશે હાજર
દિલ્હીઃ-આજથી રાજધાની દિલ્હી ખાતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સાયબર સુરક્ષા પર વિચાર મંથન કરશે. ભારત આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરી રહ્યું છે. પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્કને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે 7 અને 8 ડિસેમ્બર આમ બે દિવસીય આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આરએટીએસ ઓફિસ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં સ્થિત છે. આતંકવાદ સામેની લડાઈમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં સામેલ દેશોને સમર્થન આપવાના ઉદ્દેશ્યથી તેની રચના કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ સેમિનારમાં ચીન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન સહિત અન્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે.
ખાસ વાત એ છે કે આ મહત્વપૂર્ણ સેમિનારમાં પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ પણ ભાગ લેશે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ ) પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્ક (RATS) ના માળખા અતંર્ગત ભારત દ્વારા આયોજિત સાયબર સુરક્ષા સેમિનારમાં ભાગ લેવા માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ સોમવારે અહીં પહોંચ્યું હતું. પાકિસ્તાનના હાઈ કમિશને કહ્યું કે તેના ઈન્ચાર્જ હાઈ કમિશનર આફતાબ હસન ખાને મિશનમાં પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું.
ભારતે એસસીઓ અને તેના પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્ક સાથે ખાસ કરીને સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત મુદ્દાઓ પર તેના સુરક્ષા-સંબંધિત સહયોગને વધુ ગાઢ બનાવવામાં ઊંડો રસ દાખવ્યો છે.આ બાબતને લઈને હાઈ કમિશને ટ્વિટ કરીને કહ્યું હતું કે “આજે હાઈ કમિશનમાં, ઈન્ચાર્જ હાઈ કમિશનર આફતાબ હસન ખાને નવી દિલ્હીમાં 7-8 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાનાર સાયબર સુરક્ષા સેમિનારમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું,”
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળની મુલાકાત વિવિધ મુદ્દાઓ પર બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે આવે છે. આઠ દેશોનું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશ સૌથી મોટા આંતર-પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. ભારત અને પાકિસ્તાન 2017માં તેના સ્થાયી સભ્યો બન્યા.