- દિલ્હીમાં ભીષમ ગરમી
- તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચશે
દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યો ગરમીની ઝપેટમાં છે અનેક રાજ્યોમાં ભઆરે ગરમી પડી રહી છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં લોકો ગરમીથી ત્રાહીત્રામ પોકારી ઉઠ્યાછે.કમોસમી વરસાદથી રાહત મળ્યા બાદ હવે રાજધાની દિલ્હીમાં આકરી ગરમીએ તેની અસર દેખાવાનું શરૂ કર્યું છે.
આ સાથે જ આગામી અઠવાડિયામાં ગરમીથી રાહત મળવાની કોઈ એંઘાણ નથી. સાથે જ એવો પણ અંદાજ છે કે 12 થી 16 મે દરમિયાન તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારા સાથે 42 ડિગ્રી સુધી પહોંચવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી બે-ત્રણ દિવસમાં રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, પરંતુ તીવ્ર હીટવેવ અને હીટવેવની વધુ એક સપ્તાહની આગાહી અસંભવિત છે.
હવામાન વિભાગની જાણકારી પ્રમાણે બુધવારે રાજધાનીમાં મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.9 ડિગ્રી નોંધાયું હતું. જો કે, આજે રોજ ગુરુવારથી ફરી એકવાર ગરમીનો પારો વધવાની શક્યતાઓ છે. આ સાથે આકાશમાં વાદળો આવતા-જતા રહેશે પરંતુ ગરમીનો અનુભવ થશે.હવામાન ગરમ રહેશે.
તેમણે કહ્યું, “આગામી કેટલાક દિવસો સુધી આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે અને 12-13 મેના રોજ 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે,. ઐતિહાસિક રીતે, મે એ દિલ્હીમાં સૌથી ગરમ મહિનો છે અને સરેરાશ મહત્તમ તાપમાન 39.5°C છે.