સ્ક્રેપિંગ પોલિસીથી વાહનોના ભાવમાં ઘટાડો થશેઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતરમણે ઓટો સેક્ટર માટે જાહેર કરેલી સ્ક્રેપિંગ પોલિસીથી વાહનોની કિંમતમાં ઘટાડો થવાનો આશાવાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વ્યકત કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાથી સ્ટીલની વધતી જતી કિંમતો પર લગામ લાગશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સ્ક્રેપિંગ પોલિસીથી વાહનોના ભાવ ઓછાં થશે.સ્ક્રેપિંગ પોલિસીથી વાહનોનું રિસાઇકલિંગ થશે અને તેનાથી તેના પાર્ટસનો ખર્ચ પણ ઘટશે. આવનારા દિવસોમાં ભારત ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવશે. આ પોલિસીથી ઑટો સેક્ટરને ફાયદો થશે અને પોપ્યુલેશનના સ્તરને ઓછું કરવામાં પણ મદદ મળશે. ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાથી સ્ટીલની વધતી જતી કિંમતો પર લગામ લાગશે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપવામાં આવી છે. માર્ગ નિર્માણમાં તમામ રાજ્યોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં ખેડૂતો અને પ્રજા માટે વિવિધ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.