જેમ્સ બોન્ડની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ માટે સ્ક્રિનિંગ ડેટ જાહેર
- ‘નો ટાઈમ ટુ ડાઈ’ ના ફેંસ માટે સારા સમાચાર
- 28 સપ્ટેમ્બરે થશે વર્લ્ડ પ્રીમિયર
- કાર્યક્રમ લંડનના રોયલ અલ્બર્ટ હોલમાં યોજાશે
મુંબઈ:લાંબા સમયથી હોલીવુડની ફિલ્મોની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, ‘જેમ્સ બોન્ડ’ ની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ની સ્ક્રિનિંગ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ મંગળવાર એટલે 28 સપ્ટેમ્બરના રોજ થશે આ કાર્યક્રમ લંડનના રોયલ અલ્બર્ટ હોલમાં યોજાશે.
આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થશે. અત્યાર સુધી મેકર્સે આ ફિલ્મ માટે ઘણી તારીખો બદલી છે. શરૂઆતમાં ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઇ’ એપ્રિલ 2020 માં રિલીઝ થવાની હતી. પરંતુ, જ્યારે કોરોના વાયરસે આખા વિશ્વનો મનોરંજન વ્યવસાય બંધ કરી દીધો, ત્યારે ફિલ્મના નિર્માતાઓએ તેને નવેમ્બર 2020 સુધી મુલતવી રાખી.
The World Premiere for #NoTimeToDie will take place on Tuesday 28 September 2021 at London’s @RoyalAlbertHall. Producers Michael G. Wilson, Barbara Broccoli and director Cary Joji Fukunaga will join Daniel Craig on the red carpet. pic.twitter.com/EhlCPira6f
— James Bond (@007) August 20, 2021
જ્યારે કોરોના વાયરસનો મામલો થોડો લાંબો ચાલ્યો અને પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ ગઈ, ત્યારે નિર્માતાઓએ ફિલ્મની રિલીઝને ફરીથી સુનિશ્ચિત કરી અને નવી તારીખ 2 એપ્રિલ, 2021 નક્કી કરવામાં આવી. હવે લોકો થિયેટરોમાં પણ જવા લાગ્યા છે પરંતુ વાતાવરણ પહેલા જેવું નથી. તેથી, નિર્માતાઓએ આ ફિલ્મ માટે બીજી નવી તારીખ સામે રાખી છે.