વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડેટા મુજબ, દર વર્ષે 30 લાખ મોત સાથે-સાથે લાખો લોકોના વિકલાંગ અને ખરાબ સ્વાસ્થ્યનું કારણ બનવાની વસ્તુનું નામ આલ્કોહોલ એટલે કે દારૂ છે. ખતરનાક એ પણ છે કે, દુનિયાભરમાં જેટલી બીમારીઓ થાય છે, તેમાંથી 5.1 ટકા બીમારી દારૂના કારણે થાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ ડેટા શા માટે કહીએ છીએ, તો અમે તેમને એટલા માટે કહીએ છીએ કે જો તમારી નજીકની કોઈ વ્યક્તિને તેનું વ્યસન હોય કે આદત હોય તો તેને મદદ કરી શકાય. આ બાબતમાં તમારી મદદ કરશે બોલીવુડના દિગ્ગજ સ્ટાર જાવેદ અખ્તરની કહાની. જેમણે લગભગ 33 વર્ષથી દારુને હાથ લગાડ્યો નથી.
જાવેદ અખ્તરની બોલીવુડમાં એન્ટ્રી પછી 25 વર્ષની ઉંમરમાં તેમને નામ–પ્રસિદ્ધિ મળી, જે તે સમયે મોટા-મોટા એક્ટરો પાસે પણ ન હતી. જાવેદ એ સમયે બીજા કલાકારો કરતા વધુ ફી લેવા માટે જાણીતા હતા. દરમિયાન તેમને પણ દારૂની લત લાગી હતી. જાવેદ અખ્તરે 2023માં આયોજીત એક કાર્યક્રમમાં તેમને તે સમયે દારૂની આદત અને તેને છોડવા અંગે ખુલીને વાત કરી હતી.
જાવેદ અખ્તરે જણાવ્યું કે, તેઓ દરરોજ એક બોટલ દારૂ પી જતા હતા અને કેમને હેન્ગઓવર પણ નહતું થતુ. પરંતુ તેઓ જ્યારે 41 વર્ષના થયા ત્યારે તેમણે તાર્કિક રીતે વિચાર્યુ કે, આવી જ રીતે પીવાનું ચાલું રહેશે, તો મારુ જીવન 52-54 વર્ષમાં પૂરૂ થઈ જશે.
જાવેદે રેશનલ હોવાનો અર્થ જણાવતા કહ્યું કે તમે કોઈ બાબત વિશે કેટલી સમજદારીથી વિચારો છો. મને થયું કે મારે લાંબુ જીવવું છે કે પીવું છે. તેમને કહયું કે મે કોઈ દૂખમાં દારૂ પીધો નથી.મેં પીધો છે કેમ કે મને મજા આવતી હતી. પણ મારે જીવીત રહેવું અને દારૂ પીવો બંન્ને માથી એક પસંદ કરવાનું હતુ. તેથી મે જીવંત રહેવાનું પસંદ કર્યું.