Site icon Revoi.in

દિલ્હીમાં પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યાં અણીયારા સવાલ

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. પ્રદુષણને લઈને થયેલી અરજીમાં સીજેઆઈએ કહ્યું હતું કે, સરકારે બે દિવસના લોકડાઉન ઉપર વિચારણા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, પરાલી સળગાવવા ઉપરાંત દિલ્હીમાં ઈંડેસ્ટ્રીઝ, ફટાકડા અને ડસ્ટ પ્રદુષણનું કારણ છે. બે દિવસનું લોકડાઉન પણ એક ઉપાય છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે કે, વાયુ પ્રદુષણને કારણે આપાતકાલિન પરિસ્થિતિના નિકાલ માટે શુ પગલા લેવામાં આવ્યાં છે તે અંગે માહિતી પુરી પાડે. આગામી સુનાવણી સોમવારના રોજ હાથ ધરવામાં આવશે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસએ કહ્યું કે, રાજધાનીમાં પ્રદુષણની પરિસ્થિતિ ખરાબ છે લોકો ઘરમાં પણ માસ્ક પહેરવા માટે મજૂબુર બની રહ્યાં છે. આપ દ્વારા શુ પગલા લેવામાં આવ્યાં છે. આ અંગે સોલિસિટર જનરલે કહ્યું કે, પરાલી સળગાવવાના કારણે દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ વધ્યું છે. તેને રોકવા માટે રાજ્યોએ મોટા પગલા લેવા જોઈએ. ખેડૂતોને દંડ કરવો જોઈએ. દરમિયાન સીજેઆઈએ વેધક સવાલ કર્યો હતો કે,, તમે એવુ કહેવા માંગો છો કે પ્રદુષણ માટે ખેડૂતો જવાબદાર છે પરંતુ તેને કન્ટ્રોલમાં લાવવા માટે કારગત મિકેનિઝમ ક્યાં ગચા, શોર્ટ ટર્મ પ્લાન ક્યાં છે ? પ્રદુષણને કાબુમાં કરવા માટે બે દિવસના લોકડાઉનનો ઉપાય થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તાત્કાલિક મીટીંગ કરીને તેનો ઉપાય શોધવા તાકીદ કરી હતી. આ અંગે સોલિસિટર જનરલે કહ્યું કે, આજે જ મીટીંગ યોજાશે. સીઆઈજેએ કહ્યું હતું , મીડિયા રિપોર્ટ અનુસાર પ્રદુષણનું કારણ પરાલી સળગાવવાનું છે તો પંજાબ અને હરિયાણા સરકારને બે-ત્રણ દિવસમાં આ અંગે લગામ લગાવવા કેમ ના કહેવામાં આવ્યું.