Site icon Revoi.in

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી

Social Share

અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં 21 અને 22 જાન્યુઆરી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. અને માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે.

જો કે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં ઠંડીની મોસમમા ચોથીવાર માવઠુ પડવા જઈ રહ્યુ છે, જે મોટા સંકટના ભણકારા છે. સતત માવઠાથી ખેતરમાં માંડ માંડ ઉભો કરેલો પાક બગડી જવાની શક્યતા છે.

ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. 21 અને 22 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરે છે. તો બનાસકાંઠામાં 21-22 તારીખે કમોસમી વરસાદ પડશે. ત્યારે માવઠા પહેલાં જરૂરી તૈયારી કરી લેવાની હવામાન વિભાગ અને કૃષિ વિભાગે સૂચના આપી છે.

ગુજરાતમા કોરોનાના કહેર વચ્ચે વાયરલ ઈન્ફેક્શનના વાયરાએ ફરી માથુ ઉંચક્યુ છે. આવામાં કમોસમી વરસાદથી વાયરલ ઈન્ફેક્શનના કેસ વધી શકે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરોનાના હજારો કેસોની વચ્ચે ઘરે ઘરે વાયરલ લક્ષણના કેસો વધ્યા છે. દર્દીઓ વાયરલના લક્ષણો સાથે સારવાર માટે હોસ્પિટલોમાં આવી રહ્યા છે. લોકોમાં શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવવાની ફરિયાદ વધી છે.