નવી દિલ્હીઃ માર્કેટ રેગ્યુલર ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ એટલે કે સેબીએ રોકાણકારોને તા. 31મી માર્ચ સુધી પેન અને આધાર કાર્ડને લિંક કરવાનું સુચન કર્યું છે. સેબીએ જણાવ્યું હતું કે, જો રોકાણકારો જો પાન અને આધારકાર્ડ લિંક નહીં કરાવે તો 1લી એપ્રિલ 2024થી માર્કેટમાં રોકાણ નહીં કરી શકે. જેથી રોકાણકારોએ ઝડપથી લિંકની કામગીરી પૂર્ણ કરી લેવી જોઈએ.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ પહેલા જ નોટિફિકેશન જાહેર કરીને રોકાણકારોને જાણકારી આપી હતી કે, તા. 31મી માર્ચ 2023 પહેલા જ પેનને આધાર કાર્ડ લિંક નહીં કરો તો પેનને કેવાયસી વિનાનું માની લેવામાં આવશે અને પેન નિષ્કિય કરી લેવામાં આવશે. સેબીએ આ આદેશના હલાવો આપીને રોકાણકારોને કહ્યું છે કે, તેઓ ઝડપથી પોતાનું પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવી લો, નહીં તો 31મી માર્ચ પછી તેઓ રોકાણ કરી શકશે. તેઓ પેન કાર્ડને આધારકાર્ડ સાથે જોડશે પછી જ તેઓ ફરીથી રોકાણ કરી શકશે.
ઈનકમ ટેક્સ એક્ટ 1961ના નિયમ અનુસાર જે લોકો પાસે પર્મેન્ટ આકાઉન્ટ નંબર છે તેમણે પોતાના યુઆઈડીએઆઈ દ્વારા જાહેર કરાયેલા આદારની જાણકારી જાહેર કરવી અનિવાર્ય છે. જેથી આધાર અને પેન કાર્ડ લિંક કરી શકાય. 31મી માર્ચ સુધીમાં લિંક કરવામાં નહીં આવે તો 10 હજારનો દંડ ભરવો પડશે. 31મી માર્ચ પહેલા માત્ર ક હજાર પેનલ્ટી આપીને આ કરી શકાય છે.