Site icon Revoi.in

શ્રાવણ મહિનાનો બીજો સોમવારઃ સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો શિવમય બન્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તિનો માહોલ ઉભો થયો છે. દરમિયાન આજે શ્રાવણ મહિના બીજા સોમવારે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. શિવાલયો હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યાં હતા. શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવાલયોમાં ભજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા.

ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું પડ્યું છે. સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. મંદિરમાં પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રાને ગુલાબ, કમળ, બિલીપત્ર સહિતના ફુલોથી શણગારવામાં આવી હતી. આ પાલખીયાત્રા હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મંદિર પરિસરમાં ફરી હતી. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓએ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.

શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભક્તો પુરી શ્રદ્ધા સાથે ભગવાન શિવની આરાધના કરે છે. ત્યારે દિલ્હીમાં શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરી રહ્યા છે. દિલ્હીના ગૌરી શંકર મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચાના કરી. ઉત્તર પ્રદેશના ગોરખપુર મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ શિવજીની પૂજા કરી હતી.