યુપીમાં આજે ત્રીજા તબક્કાના મતદાનનો આરંભ – પંજાબમાં 117 બેઠક માટે આજે મતદાન કરાશે
- ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન આજે
- પંજાબમાં યોજાશે આજે 117 બેઠક માટેનું મતદાન
ચંદીગઢ- દેશના રાજ્ય ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ચૂંટણીના માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન 59 બેઠકો માટે યોજાઈ રહ્યું છે તો બીજી તરફ પંજાબમાં આજે 117 બેઠકો માટે 8 વાગ્યાથઈ મતદાનનો આરંભ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પંજાબમાં માત્ર એક જ તબક્કામાં એટલે કે આજે જ પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાનાર છે.
ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ચૂંટણીની સ્પર્ધા જોવા મળે છે. જો પંજાબની વાત કરીએ તો હાલ પંજાબમાં કોંગ્રેસ સત્તા ઉપર છે જેને લઈને બીજેપીએ એડી ચોંટીનું જોર લગાવ્યું છે કે આ વખતે બીજેપીની સરકાર બને.
તો બીજી તરફ જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપ સત્તામાં છે. અને ભાજપે અથાગ પ્રયત્નો કર્યા છે કે તેમની સત્તા જળવાઈ રહે ,માહિતી પ્રમાણે પંજાબમાં સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે 6 વાગ્યા બાદ કોઈને મતદાન કરવા દેવાશે નહી.
ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરુ થઇ ચૂક્યું છે. જે સાંજે 6 વાગ્યા સુધી થશે,ઉલ્લેખનીય છે કે રાજ્યોની ચૂંટણીની મતગણતરી આવતા મહિનાની 10 તારીખે થશે, ત્યારે હવે જોવું રહ્યું કે પંજાબમાં બીજેપી સરકારની મહેનત રંગ લાવે છે કે પછી કોંગ્રેસ ફરી તેમની સત્તા પર કાયમ રહેશે