રાજ્યમાં આજે બીજા તબક્કાનું મતદાનઃ 14 જીલ્લાની 93 બેઠકો પર ઉમેદવારોનું નસીબ અજમાવશે
- રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન
- 14 જીલ્લાની 93 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ થશે નક્કી
દિલ્હીઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.રાજ્યના 14 જીલ્લાઓની 93 સીટો પર દિગ્ગજ મંત્રીઓનું ભાવિષ્ય નક્કી થશે, ખાસ કરીને આજના મતદાન પર પંચમહાલ જીલ્લા પર સૌ કોઈની નજર છે કારણ કે આદિવાસીની મોટી વસ્તી ઘરાવતો આ પ્રપદેશ છે.જ્યાં ભારતીય જનતા પાર્ટીએ અનેક કાર્યક્રમ અને જનસભા સંબોંધી જનતા સાથએ સંપ્રક કર્યો છે.
આદિવાસી બહુલ પંચમહાલ સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલી બેઠકોમાં પણ એક છે. આ વિસ્તારોમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને દૂધ ઉત્પાદન માટે વિશ્વ પ્રસિદ્ધ આણંદનો પણ સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં, બાકીની 93 બેઠકો પર મતદાન થશે, જેના માટે ભાજપ, કૉંગ્રેસ અને નવી ચૂંટણી પ્રવેશ કરનાર આમ આદમી પાર્ટીસહિત 61 રાજકીય પક્ષોમાંથી 833 ઉમેદવારો મેદાનમાં છે.ઉલ્લેખનીય છે કે આ 93 બેઠકો પર કોંગ્રેસ, ભાજપ અને AAPના ઘણા દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે.
આ સાથે જ મુખ્યમંત્રી અને તેમની કેબિનેટમાં આઠ મંત્રીઓનું ભાવિ દાવ પર છે. આ સાથે જ 8મી જિસેમ્બરની મતગણતરી પર સૌ કોઈ મીટ માંડિને બેસ્યું છે.આ મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતની જનતા આગામી પાંચ વર્ષ માટે તેમના પ્રતિનિધિઓ અને તેમની પસંદગીની સરકાર ચૂંટવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.