ઉદયપુર શહેરમાં ઘારા 144 લાગુઃ રેલી, સરઘસ નીકાળવા સહીત જાહેર સ્થળોએ ઘાર્મિક નિશાન લગાવા 1 મહિના માટે પ્રતિબંધ લાગુ
- ઉદયપુરમાં ઘારા 144 લાગૂ કરાઈ
- જાહેર સ્થળો પર ઘાર્મિક નિશાન નહી લગાવી શકાય
- રેલી તથા જૂલુસ પર રહેશે પ્રતિબંધ
ઉદયપુરઃ- રાજસ્થાનમાં કોમી રમખાણોની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે જેને લઈને તંત્ર હંમેશા સજાગ રહે છે અને કોઈ પણ ઘટના ન બને તે માટે તાત્કાલિક ઘોરણે પગલા લેવાઈ રહ્યા છે ત્યારે સ્વતંત્રતા દિવસની સાંજે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે.આ આદેશ પ્રમાણે ઉદયપુર શહેરમાં રાજ્ય સરકાર દ્રારા ઘારા 144 લાગુ કરી દેવામાં આવી છે.
જાલોરમાં શિક્ષકની મારપીટથી દલિત બાળકના મોતને લઈને હોબાળો થયો છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે આ મામલાને લઈને વિવાદ વધે નહીં, તેથી ઉદયપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ આદેશ પ્રમાણે અંતર્ગત ચોક્કસ સમુદાય કે જ્ઞાતિની રેલી-સરઘસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે સરકારી ઈમારતો પર ઝંડા, બેનર અને પોસ્ટર લગાવવા પર પણ પ્રતિબંધ જાગેર કરવામાં આવ્યો છે.
ઉદયપુર જિલ્લા કલેક્ટર તારાચંદ મીણાએ વિતેલા દિવસ સોમવારે મોડી રાત્રે આદેશ જારી કર્યા છે. જે અંતર્ગત જાહેર સ્થળો પર પરવાનગી વિના ધાર્મિક ચિહ્નો લગાવવા પર પ્રતિબંધ રહેશે. સૌહાર્દને ખલેલ પહોંચાડનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે આ આદેશ એક મહિના માટે લાગુ રહેશે.