- સમગ્ર દેશમાં થર્ટી ફર્સ્ટને લઈને કડક બંદોબસ્ત
- નુંબઈમાં કલમ 144 લાગુ કરાઈ
- અનેક સ્થળો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા
દિલ્હીઃ-સમગ્ર દેશ આજે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને ઉત્સાહમાં હશે જો કે કોરોના મહામારીએ તેમનો ઉત્સાહ નબળો પાડ્યો છે, દેશના જુદા જુદા શહેરોમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ પ્રકારની પાર્ટી કે ઉજવણી ન થઈ શકે, ત્યારે મુંબઈ શરહેરમાં તો આજના ઉત્સવને લઈને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્ર રાજ્ય સરકારે લોકોની ભીડ નથાય અને કોરોના ન ફેલાય તે હતુથી આ સમગ્ર શહેરમાં કલમ 1443 લાગુ કરી દીધી છે,આમ જોવા જઈએ તો ગદરવર્ષે આ દિવસ એચલે કે વર્ષનો છેલ્લો દિવસ ઉત્સાહ ભેર ઉજવાતો આવ્યો છે પરંતુ કોરોનાએ લોકોના રંગમાં ભંગ પાડ્યો છે, જેથી મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યો એ આજે રાત્રે કોઇ પણ પ્રકારની ઊજવણી પર પ્રતિબંધો લગાવ્યા છે, તો આ સાથે જ નાઈટ કર્ફ્યૂ પણ જારી રાખવામાં આવ્યું છે
દેશની રાજધાની દિલ્હીમાં આજે રાત્રિ કર્ફ્યૂ જાહેર કરાયો છે. આસહિત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર વગેરે રાજ્યોએ અલગ અલગ પ્રકારના પ્રતિબંધો જારી કરવામાં આવ્યા હતા.જેથી કરીને કોઈ પણ પ્રકારની ભીડને ટાળઈ શકાય.દિલ્હીમાં આજે અને આવતી કાલે રાત્રે 11થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરાયો છએ.
મહારાષ્ટ્રના મુંબઇમાં પોલીસ બંદોબસ્ચ સક્ત ગોઠવાયો છે, 4 થી વધુ લોકો ભેગા થવા પર કાર્યવાહી કરવામાં આવશે, ઉજવણીન થાય તે માટે 144મી કલમ લાગુ પાડી દેવામાં આવી હતી.મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઊજવણી કરવા મહાબળેશ્વર, માથેરાન કે પંચગની જેવા વિસ્તારોમાં રાત્રે 11થી સવારે છ વાગ્યા સુધી તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, કારણ કે આ દિવસોમાં મોટા ભાગના લોકો ઉજવણાી કરવા આવા સ્થળોની ખાસ પસંદગી કરતા હોય છે.
સાહિન-