પશ્વિમ બંગાળના મોમીનપુરમાં બે સમૂદાયો વચ્ચે અથડામણ બાદ કલમ 144 લાગૂ કરાઈ – તણાવપૂર્ણ માહોલ
- કોલકાતાના મોમીનપુરમાં ઘધારા 144 લાગૂ
- બે સમુદાયો વચ્ચેની અથડામણના કારણે પોલીસ ફોર્સ તૈનાત કરાઈ
કોલકાતોઃ પશ્વિમ બંગાળના મોમીપુર વિસ્તારમાં ૃઈદે મિલાદ પર બે સમુદાયો વચ્ચે અથમાણ સર્જાય હતી ત્યાર બાદ તોડફોડની ઘટનાઓ જેવી હિંસા થી જેને લઈને વાતાવરણ તંગ બન્યું છે, ત્યારે આ મામલે કોલકાતાના મોમીનપુર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી ચૂકી છે.
આ સમગ્ર વનિસ્તારની સ્થિતિને જોતા પોલીસ ફઓર્સ પણ તૈનાત કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે અત્યાર સુધી પોલીસે આ કેસમાં 41 લોકોની ધરપકડ કરી છે. અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. કેચલીક દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી જેમાંથી 2 દુકાનોને આગ ચાંપવામાં આવી હતી. આ સાથે જ આ બે સમુદાયો વચ્ચેનો મામલો થાળે પાડતા આ હિંસામાં 7 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
મ મતાની પાર્ટી અને ભાદજપ વચ્ચે આ બાબતને લઈને શાબ્દીકવોર શરુ થયું છે બીજેપીનો આરોપ છે કે આ મામલે મમતાજી કઈ કરી રહ્યા નથી,પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના ભાજપના દાવાએ શાસક પક્ષ તરફથી આકરી પ્રતિક્રિયા આપી હતી. તૃણમૂલનો આરોપ છે કે ભાજપ રાજ્યમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય ભાજપના વડા સુકાંત મજુમદારે આ વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઉત્તર કોલકાતાના ચિંગરીઘાટ વિસ્તારમાં તેમને અટકાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો અમલમાં હોવાથી તેમને પાછા જવું પડ્યું, ત્યારે આ પહેલા વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ટ્વિટર પર કહ્યું કે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યપાલ એલ ગણેશનને પત્ર લખ્યો છે. અને મદદની માંગ કરી છે.તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળોને તાત્કાલિક તૈનાત કરવાની અપીલ કરી છે.