શિક્ષક ભરતી બાબતે વિરોધને લઈને બે દિવસ સુધી પટનામાં કલમ 144 લાગૂ, પ્રદર્શન અને ઘરણા પર પ્રતિબંધ
- પટનામાં ધારા 144 લાગૂ
- શિક્ષક ભરતી મામલે હોબાળાને લઈને લેવાયો નિર્ણય
પટનાઃ- બિહારના પાટનગર પટનામાં શિક્ષક ભરતી વિવાદ વકર્યો છે,શહેરમાં મોટા ભાગના લોકો પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આ હંગામાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે જે હેઠળ આજરોજ એટલે કે 32 ઓગસ્ટથી લઈને 25 ઓગસ્ટ સુધી સમગ્ર શહેરમાં ગારા 144 લાગુ કરી દેવામાં આવી છે.
જાણકારી પ્રમાણે વિતેલા દિવસને સોમવારે શિક્ષકોની ભરતીને લઈને થયેલા હોબાળા બાદ વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે. શહેરના ડાકબંગલા સ્ક્વેર, ગાંધી મેદાન, બેઈલી રોડ અને બોરિંગ રોડ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી ધરણા-પ્રદર્શન પર પ્રતિબંધ લગાવાયો છે. ગર્દાનીબાગ સિવાય કોઈપણ શહેરી વિસ્તારમાં ધરણાં ન કરવાની સૂચના અપાઈ છે.
બિહારના વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષક ભરતી ઉમેદવારો સોમવારે રાજધાની પટના પહોંચ્યા અને નિમણૂકની માંગ સાથે ડાક બંગલા ચોકડી પર પ્રદર્શન કર્યું. પોલીસે તેમને હટાવવાની કોશિશ કરી પરંતુ તેઓએ કાબૂની બહાર હતા પરિણામે વહીવટ તંત્રએ આ નિર્ણય લેવાનો વારો આવ્યો
પટનાના ડીએમના જણઆવ્યા અનુસાર વિતેલા દિવસને સોમવારે શિક્ષક ઉમેદવારો પર થયેલા લાઠીચાર્જના મામલામાં તપાસ ચાલી રહી છે. આ અંગે એક સમિતિની રચના કરી તપાસ શરૂ કરાઈ છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાહેઘરી આપી છે.
આ સાથે જ તમામ ઉમેદવારોને શઆંતિ જાળવવા અને સાચી રીતે માહિતી ભરવાની અપીલ પણ કારઈ છે અને તેમનો મત રજૂ કરવા શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે ધરણાં માટે પૂર્વ નિર્ધારિત સ્થળે વિરોધ કરો.