- નોઈડામાં કલમ 144 લાગુ કરાઈ
- ઓગસ્ટ મહિનાનો તહેવારોને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય
દિલ્હીઃ- સમગ્ર દેશઘરમાં કોરોના મહામારીએ કહેર ફેલાવ્યો હતો. ત્યારે દેશની રાજઘાની દિલ્હીમાં પણ કોરોનાએ આંતક મચાવ્યો હતો, જો કે હાલ તેમાં રાહત જોવા મળી રહી છે,જેને લઈને અનેક પાબંધિઓમાં ઠૂટછાટ આપવામાં આવી છે, જો કે આવતા મહિના ઓગસ્ટમાં અનેક તહેવારો આવતા હોવાથી 30 ઓગસ્ટ સુધી નોએડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
કોરોનાના સંક્રમણને રોકવા માટે દિલ્હી સાથે જોડાયેલા ગૌતમ બુદ્ધનગર જીલ્લામાં આ કલમ લાગુ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ અધિકારીઓનો જણાવ્યા પ્રમાણે કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા અને શાંતિને ખલેલ ન પહોંચે તેને લઈને ઓગસ્ટ મહિનામાં શ્રાવણ, શિવરાત્રી, બકરી ઈદ, સ્વતંત્રતા દિવસ, મોહરમ, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને અને અસામાજિક તત્વો દ્વારા શાંતિનો ભંગ કરવામાં આવી શકે તેવી આશંકાને કારણે ગૌતમ બુધ નગર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.