જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને અટકાવવા સુરક્ષા એજન્સીઓ એલર્ટઃ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 17 આતંકીઓ મરાયાં ઠાર
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવોમાં વધારો થયો છે. 24 કલાક દરમિયાન એક પોલીસ કર્મચારી સહિત બે વ્યક્તિઓની ગોળીમારીને હત્યા કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયાં હતા. કાશ્મીરમાં આતંકવાદીઓ સામે આકરા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અલગાવવાદીઓ સાથે જોડાયેલા 900થી વધારે શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. બીજી તરફ પોલીસે દાવો કર્યો છે કે, મોટાભાગના આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે. પોલીસે લગભગ 11 એન્કાઉન્ટરમાં 17 આતંકવાદીઓને ઠાર માર્યાં છે. તેમજ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે 5 હજારથી વધારે જવાનોને તૈનાત કરાયાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં સામાન્ય રકમ આપીને સ્થાનિક યુવાનો મારફતે આતંકવાદી સંગઠનો ટાર્ગેટ કિંલિંગને અજામ આપવામાં આવતો હોવાનું મનાઈ રહ્યું છે. ચાલુ વર્ષે કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયાં છે. શ્રીનગરમાં 12, પુલવામામાં 4, અનંતનાગમાં ચાર, કુલગામમાં 3, બારામુલામાં 2 અને બડગામમાં એક તથા બાંદીપોરમાં એક વ્યક્તિની હત્યા કરાઈ હતી. 5મી ઓક્ટોબરના રોજ આતંકવાદીઓએ શ્રીનગરમાં માખનલાલ બિંદુની હત્યા કરાઈ હતી. તેજ દિવસે લાલ બાઝાર વિસ્તારમાં વિરેન્દ્ર પાસવાન નામની વ્યક્તિની હત્યા કરાઈ હતી. તેમજ 5મી ઓક્ટોબરના રોજ જ આતંકવાદીઓ બાંદીપોરમાં મહંમદ શફી લોનની હત્યા કરાઈ હતી.
7મી ઓક્ટોબરના રોજ ઈદગાહ વિસ્તારમાં સ્કૂલમાં ઘુસીને આતંકવાદીઓએ ઘુસીને પ્રિન્સિપાલ સતિંદર કૌર અને એક શિક્ષકની હત્યા કરાઈ હતી. 9મી ઓક્ટોબરના રોજ કારાનગર વિસ્તારમાં આતંકવાદીઓ અબ્દુલ રહમાન ગુરુ અને શ્રીનગરની એસડી કોલોનોમાં મહંમદ શફી ડારની ગોળીમારીને હત્યા કરાઈ હતી. 16મી ઓક્ટોબરના રોજ શ્રીનગરમાં ઈદગાહ વિસ્તારમાં અરવિંદ કુમાર સાહની તથા પુલવામામાં સગીર અહેમદ નામના વ્યક્તિની ગોળીમારીને હત્યા કરાઈ હતી.