Site icon Revoi.in

શહેરી વિસ્તારમાં નક્સલવાદીઓના નેટવર્કને તોડી પાડવા સુરક્ષા એજન્સીઓએ ઘડી રણનીતિ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ માઓવાદીઓના શહેરી નેટવર્કની કમર તોડવાની રણનીતિ તૈયારી કરી છે. આ માટે કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને જરૂરી સૂચના આપી છે. તેમણે સુરક્ષા દળોને માઓવાદી વ્યૂહરચનાકારો અને તેમના સમર્થકોના શહેરી નેટવર્કને ઓળખવા અને તેના પર કાર્યવાહી કરવા જણાવ્યું છે. સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાકી NGO અને નાગરિક અધિકાર સંગઠનો પણ રડાર પર છે, તેઓ પણ સ્કેનર હેઠળ આવી શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરના ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે ઘણા શહેરી માઓવાદીઓ અને તેમના સમર્થકો વિવિધ શહેરોમાં સક્રિય છે અને ભૂગર્ભ બળવાખોરોને ટેકો પૂરો પાડે છે. રિપોર્ટમાં જુદા જુદા શહેરોમાંથી કેટલાય શહેરી માઓવાદીઓની હાજરી દર્શાવવામાં આવી છે જેઓ નક્સલવાદીઓને મદદ પૂરી પાડી રહ્યા છે.

તાજેતરના અહેવાલને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા દળોને આવા શહેરી નક્સલીઓ અને તેમના સમર્થકોની ઓળખ કરવા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ ગુપ્તચર અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે અહેવાલમાં સમજાવવામાં આવ્યું છે કે માઓવાદી મોરચાના સંગઠનો કેટલાંક શહેરોમાં કેવી રીતે કામ કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં આતંકવાદી અને નકસ્લવાદી પ્રવૃતિઓને નાથવા માટે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં અનેક આતંકવાદીઓ અને નક્સલવાદીઓને સુરક્ષા એજન્સીઓને ઠાર માર્યાં હતા તથા ધરપકડ કરવામાં આવી છે, એટલું જ નહીં તેમને મળતી આર્થિક મદદ કરનારા લોકો અને સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

(PHOTO-FILE)