Site icon Revoi.in

દેશમાં સુરક્ષા એજન્સીઓ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ – અમિત શાહ

Social Share

દિલ્હીઃ- ભારત દેશ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ આવધી રહ્યો છે ત્યારે આ બબાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓ તેમની સર્વોપરિતા સ્થાપિત કરવામાં સફળ રહી છે અને હવે કોઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં દેશની અવગણના કરી શકશે નહીં અથવા તેને આગળ વધતા રોકી શકશે નહીં.

આ વાત તેમણે ત્યારે કહી જ્યારે ડીજીપી અને આઈજીપીની ત્રિ-દિવસીય કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધતા  હતા તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત હવે ચોક્કસપણે સુરક્ષિત, મજબૂત અને સારી સ્થિતિમાં છે.

કોન્ફરન્સના પ્રથમ દિવસે, ગૃહમંત્રીએ મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ્સનું પણ વિતરણ કર્યું હતું અને દેશના ટોચના ત્રણ પોલીસ સ્ટેશનોને ટ્રોફી એનાયત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નેપાળ અને મ્યાનમાર સાથેની જમીની સરહદો પર સુરક્ષા પડકારો, લાંબા સમયથી ભારતમાં રહેતા વિદેશીઓની ઓળખ અને માઓવાદીઓના ગઢને નિશાન બનાવવા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

જાણકારી પ્રમાણે આજના સત્રમાં વડા પ્રધાન મોદી રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન સંકુલમાં આયોજિત પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષક ની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, “વડાપ્રધાને 2014થી ડીજીપી કોન્ફરન્સમાં ઊંડો રસ લીધો છે. અગાઉના વડા પ્રધાનોની ટોકન હાજરીથી વિપરીત, તેઓ કોન્ફરન્સના તમામ મુખ્ય સત્રોમાં હાજરી આપે છે.