- યોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવાની તૈયારીમાં આતંકી સંગઠન
- આ બાબતને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર
દિલ્હીઃ- 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર છે,ખાસ કરીને રાજધાની દિલ્હી અને અયોધ્યા રામ મંદિરને લઈને સુરક્ષા વધારવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રજાસત્તાક દિવસના અવસર પર દેશની રાજધાની દિલ્હી સહિત અનેક મોટા શહેરો પર આતંકવાદીઓ નજર રાખી રહ્યા છે. ત્યારે હવે આ બબાતને લઈને ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી છે કે આતંકવાદીઓ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવી શકે છે.
વધુ વિગત પ્રમાણે રામમંદિર પર આત્મઘાતી બોમ્બર દ્વારા રામ મંદિર પર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે તેમ જણાવાઈ રહ્યું છે જેને લઈને અનેક સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
સુપક્ષા એજન્સીઓને એવી બાતમી મળી છે કે આવનારા કેટલાક દિવસોમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠને આ હુમલાનું કાવતરું ઘડ્યું છે. નેપાળ મારફતે ભારત આત્મઘાતી ટુકડી મોકલીને હુમલાનો પ્લાન ઘડવામાં આવ્યો છે. ત
ઉલ્લેખનીય છે કે રામ મંદિર કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે આ મંદિરનું નિર્માણનું 50 ટકાથી વધુ કામ થઈ ગયું છે. અહીં સુરક્ષા પહેલેથી જ ચુસ્ત છે,ત્યારે હવે આ એલર્ટને લઈને પોલીસ બંદોબસ્ત તથા સુપક્ષા એજન્સીઓ સતર્ક બનીને સુરક્શા વધારી દેવામાં આવી છે.