ભારત જોડો યાત્રામાં કાશ્મીરમાં રાહુલ ગાંઘીને જોખમ – સુરક્ષા એજન્સીઓએ આપી ચેતવણી
- રાહુલ ગાંઘીને કાશ્મીરમાં જોખમ
- સુરક્ષા એજન્સીઓએ આપી ચેતવણી
દિલ્હીઃ- કોંગ્રેસનેતા રાહુલ ગાંઘી હાલ ભારત જોડા યાત્રામાં વ્યસ્ત છે જો કે કાશ્મીરમાં આ યાત્રા પહોંચશે ત્યારે રાહુલ ગાંઘી પર જોખમ વર્તાશે આ બાબતને લઈને સુરક્ષા એજન્સીઓ એ પણ ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે થોડા ભારત જોડો યાત્રા ટૂંક સમયમાં કાશ્મીર પહોંચવા જઈ રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે સુરક્ષા એજન્સીઓએ રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષા એજન્સીઓએ રાહુલ ગાંધીને કાશ્મીરમાં તેમની ભારત જોડો યાત્રા દરમિયાન અમુક સ્થળોએ પર ન કરવા માટેની સલાહ આપી છે અધિકારીઓ રાહુલ ગાંઘીની સુરક્ષાને લઈને યોજના બનાવી રહ્યા છે. રાહુલ ગાંઘીએ કહેવામાં આવ્યું છે કે તેઓ એહીં પગપાળા મુસાફરી કરવાનું ટાળે અને તેના બદલે કારમાં મુસાફરી કરે.
આ સાથે જ આ બાબતને લઈને અધિકારીએ કહ્યું કે વ્યાપક સુરક્ષા સમીક્ષા હજુ પણ ચાલુ છે જેમાં તેમના નાઇટ હોલ્ટ્સ વિશે વિગતો આપવામાં આવી છે. તેના પર હાલ કામ કરવામાં આવી રહ્યું છે.