મુંબઈ: પ્રીતિ ઝિંટા ભારતમાં છે. આઈપીએલ મેચ દરમિયાન તેમનો લુક વાયરલ થયો છે અને લોકોને ફિલ્મ વીર-ઝારાની યાદ આવી ગઈ છે. જલ્દી તેઓ ફિલ્મોમાં પણ વાપસી કરવાના છે. હાલના દિવસોમાં જિમ લુક અને એરપોર્ટ લુક સોશયલ મીડિયામાં છવાયેલા છે. શનિવારે પ્રીતિ ઝિંટા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા. ત્યાં સિક્યોરિટી ચેક માટે પહોંચ્યા, તેના પછી સિક્યોરિટી તરફથી તેમના ચશ્મા ઉતારવા માટે કહેવામાં આવ્યું.
સિક્યુરિટીએ તપાસ પૂર્ણ કરી-
પ્રીતિ ઝિંટાએ પોતાના ચશ્મા ઉતારીને તપાસ પૂર્ણ કરી અને પછી અંદર એન્ટ્રી લીધી. સેલિબ્રિટી હોવા છતાં જે પ્રકારે ચેકિંગ કરાયું તેની લોકોએ પ્રશંસા કરી છે. સોશયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે શખ્સે પોતાની ડ્યૂટીને પુરી જવાબદારીથી નિભાવી.
લોકોનું શું કહેવું છે-
એક યૂઝરે લખ્યુ છે કે આ શખ્સને સલામ જે ડયૂટી પર છે અને જવાબદારી પૂર્ણ કરી રહ્યો છે. એક અન્યએ લખ્યુ છે કે નિયમ તો નિયમ છે, તમામ માટે એક બરાબર છે. ગુડ જોબ. એક અન્ય કોમેન્ટમાં યૂઝરે કહ્યુ છે કે બળીને રાખ થઈ ગઈ મેડમ જ્યારે ચશ્મા ઉતારો કહ્યું. એક યૂઝરે કહ્યુ છે કે આંખ દેખાડવામાં એટીટ્યૂડ મારી રહી.
આગામી ફિલ્મ- પ્રીતિ ઝિંટાનીઆગામી ફિલ્મનું નામ લાહોર 1947 છે. તેમાં તે સની દેઓલની સાથે જોવા મળશે. લગ્ન બાદ પ્રીતિ ઝિંટા લોસ એન્જિલિસ શિફ્ટ થઈ ગયા છે. કામના સંદર્ભે હાલ તેઓ મુંબઈમાં છે.