Site icon Revoi.in

પંજાબમાં ISI આતંકવાદી હુમલાની શોધમાં હોવાથી ગૃહમંત્રાલાયને રિપોર્ટ મોકલ્યા બાદ બોર્ડર પર વધારાઈ સુરક્ષા

Social Share

ચંદિગઢઃ-  પંજાબની સરહદો પર સતત પાકિસ્તાન દ્રાર ડ્રોન ઘુસણખોરીની ઘટનાો સામે આવી રહી છે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પંજાબમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના પ્રયત્નમાં છે જેને લઈને પંજાબમામ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઢવવાયો છે.

મળેલી જાણકારી અ નુસાર પંજાબ પોલીસ અધિકારીઓની સાથે ગુપ્તચર એજન્સીઓ પણ જૂના આતંકવાદીઓના રેકોર્ડની તપાસ કરી રહી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ અને કેનેડામાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ખાલિસ્તાન સમર્થક અવતાર સિંહ ખંડાના મોત બાદ આઈએસઆઈ એવા હેન્ડલરની શોધમાં છે જે પંજાબમાં આતંક ફેલાવી શકે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આઈએઆઈ હુમલાની તલાશમાં હોવા મામલે ગુપ્તચર એજન્સીઓ દ્વારા ગૃહ મંત્રાલયને એહવાલ મોકલાવામાં આવ્યો હતો ત્યાર  બાદ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.અને તમામ સુરક્ષાદળોને એલર્ટ રખાયા છે.

આ સમગ્ર મામલાને લઈને  ગુપ્તચર એજન્સીના  અધિકારીએ જણાવ્યું કે ISI ડ્રોન દ્વારા પંજાબને અડીને આવેલી ભારતીય સરહદમાં હથિયારોનો એક કન્સાઈનમેન્ટ છોડવામાં આવ્યો છે. દાણચોરોએ તેને ભારતીય સરહદમાં પણ લગાવી દીધી છે. આ સમગ્ર મામલાને લઈને ગૃહ મંત્રાલયને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. જેને લઈને હવે સુરક્ષા પણ વધારી દેવાઈ છે.