દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની બાજ નજર
- દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈને સુરક્ષા વધારાઈ
- સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષાદળોની ખાસ નજર
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં આવતી કાલને લઈને સમગ્ર તૈયારીઓ કરવામાં આવી ચૂકી છએ ત્યારે ગણતંત્ર દિવસના પર્વને લઈને ઠેર ઠેર સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેની નજર રાખી રહી છે.
આ સાથે જ દિલ્હીના માર્કેટોમાં પણ પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. દરેક સ્થળોએ ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દરેક ગતિવીધીઓ પર કેમેરાથઈ બાજ નજર પણ રખાઈ રહી છે.જેના માટે પોલીસ બોડી કેમેરાનો ઉપયોગ કરી રહી છે.
જો લાલ કિલ્લાની વાત કરવામાં આવે તો ચારે બાજૂ પોલીસ અને સુરક્ષાદળોની ટીમો તૈયાન કરવામાં આવી ચૂકી છથએ જેઓ સતત સક્રિય રહીને નાની નાની હલન ચલન પર નજર રાખી રહ્યા છે. પરેડના રૂટ પર ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્રણ કિલો મીટ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
બીજી તરફ પંજાબ સરહદો તથા જમ્મુ કાશ્મીરની સરહદો પર સેનાના જવાન ખડેપગે છે, આતંકી ઘટનાઓને લઈને સુરક્ષા દળો એલર્ટ મોડમાં છે. સાથે જ ઉતત્રપ્રદેશમાં અયોધ્યા અને આગ્રામાં તાજમહેલ પાસે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.દેશના એવા જાણીતો સ્થળો કે જ્યા આતંકીઓની પહેલી નજર હોય તેવા સ્થળો પર હાલ પોલીસ સતર્ક બની છે.