Site icon Revoi.in

યુપી વિધાનસભા ચૂંટણીને લઈને ઈન્ડો-નેપાળ સીમા પર સુરક્ષા વધારાઈઃ- પ્રથમ વખત CCTV કેમેરાથી રખાશે નજર

Social Share

લખનૌઃ- ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરક્ષાનો પણ ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પોલીસ વિધાનસભાની ચૂંટણીને લઈને કોી કસર છોડવા માંગતી નથી. ચૂંટણી શાંતિપૂર્ણ અને સલામત રીતે યોજાય તે માટે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર આવતા અવરોધો પર પણ સીસી કેમેરા લગાવવામાં આવશે.

આ સાથે જ સરકારની પહેલ પર, ગોરખપુર ઝોનની પોલીસે ઝોનમાં 143 સીસી કેમેરા લગાવવા માટે સ્થળોને ચિહ્નિત પણ કર્યા પછી તેનો રિપોર્ટ મોકલ્યો છે.હવે આ રસહદ પાસે સીસીટિવી નજરથી સુરક્ષા હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે ગોરખપુર ઝોનના જિલ્લાઓની સીમાઓ બિહાર અને નેપાળની સરહદોને અડીને આવેલી છે. પછી તે ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણી હોય કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ. ગોરખપુર ઝોનની પોલીસ સંપૂર્ણ તકેદારી રાખી રહી છે.

આ સાથે જ આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદોને અડીને આવેલા પાસ અને માર્ગો પર અવરોધો મૂકીને પોલીસ પિકેટ્સ તૈનાત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને ન્યાયી રીતે યોજાય તે માટે પોલીસ કર્મચારીઓ દ્વારા બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. મુલાકાતીઓની સઘન શોધખોળ પણ કરવામાં આવતી હોય છે. આ વખતે સરકારની સૂચના પર ગોરખપુર ઝોનની પોલીસે સતર્કતમાં ભારે  વધારો કર્યો છે.

પોલીસ મહાનિર્દેશકની કચેરી પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય અથવા આંતર-રાજ્ય સરહદો પર આવેલા કોઈપણ નાકા અને અવરોધો પર સુરક્ષા માટે સીસી કેમેરા ક્યાં લગાવવા છે. આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો સાથે જોડાયેલા જિલ્લાઓના પોલીસ અધિકારીઓ દ્વારા તેમના સંબંધિત અહેવાલો તૈયાર કરવામાં આવ્યા છે. ઝોનની પોલીસને જ્યાં પણ સીસી કેમેરા લગાવવાની જરૂરિયાત જણાઈ છે, તે જગ્યાઓ ઓળખીને તેનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોનમાં 143 સીસી કેમેરા લગાવવાની જરૂરિયાત જણાવવામાં આવી છે.

આ વખતે વિધાનસભાની ચૂંટણી દરમિયાન આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદો પર પણ પોલીસ પિકેટ વધારવામાં આવશે. આ માટે સંબંધિત જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યાં પણ સુરક્ષા કર્મચારીઓની જરૂર જણાશે ત્યાં તેમને તૈનાત કરવામાં આવશે.