Site icon Revoi.in

સ્વતંત્રતા પર્વને લઈને ભારત-પાક બોર્ડર પર સુરક્ષા વધારાઈ – BSF 11 થી 17 ઓગસ્ટ સુધી ઓપરેશન એલર્ટ ચલાવશે

Social Share

શ્રીનગરઃ- 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પ્રવની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આવી સ્થિતિમાં દેશના જમ્મુ કાશ્મીર વિસ્તારમાં કે જ્યા સતત આકંતીઓની નજર રહેલી હોય છે ત્યા સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્રારા અહી સતત સર્ચ ઓપરેશન ચલાવાી રહ્યું છે સાથે સખ્ત નજર રાખવામાં આવી રહી છએ ત્યારે હવે સ્વસંત્રતા પર્વને લઈને બોર્ડર સિક્યુરિટી ફોર્સ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને 11 થી 17 ઓગસ્ટ દરમિયાન ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ઓપરેશન એલર્ટ હાથ ધરશે.

બોર્ડર સિક્યોરિટી ફોર્સ રાજસ્થાન ફ્રન્ટિયરના મહાનિરીક્ષકએ જણાવ્યું કે બીએસએફ 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પર બેરિકેડ પર તેની તકેદારી વધારે છે. “જો કે બીએસએફ આખું વર્ષ સરહદ પર તકેદારી રાખે છે, તે આ દિવસોમાં વધુ સતર્ક બને છે,જો કે આ પ્રવ નજીક આવતો હોવાથી હવે બીએસએફ વધુ સતર્કતા દાખવી રહી છે.

આ સહીત સીમા સુરક્ષા દળના જવાનોની સાથે તમામ અધિકારીઓ પણ સરહદ પર રહેશે અને તકેદારી પર નજર રાખશે. સંવેદનશીલ વિસ્તારોમાં જવાનોની વિશેષ તૈનાતી કરવામાં આવશે

બીએસએફની તમામ શાખાઓના અધિકારીઓ અને જવાનો ઓપરેશન એલર્ટમાં ભાગ લેશે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ એ સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા કરે છે કે સરહદ પરના રણ વિસ્તારોમાં દૂરના, નિર્જન સ્થળોએથી કોઈ ઘૂસણખોરી ન થાય. ઓપરેશન એલર્ટ 11મી ઓગસ્ટથી શરૂ થઈને 17મી ઓગસ્ટ સુધી રહેશે.

સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને, ઘૂસણખોરી અને દાણચોરીની આશંકાઓને ધ્યાનમાં રાખીને, આવી પ્રવૃત્તિઓને રોકવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. BSFના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન ફોર્સ ભારત-પાકિસ્તાન સરહદની નજીકના બેરિકેડ્સની નજીક ચાંપતી નજર રાખશે અને પેટ્રોલિંગ વધારવાની સાથે સુરક્ષા ચોકીઓની સંખ્યા વધારવામાં આવશે.

એટલું જ નહી સુરક્ષામાં કોઈ પણચૂંક ન થાય તેનું ખાસ ધ્યાન આપશે સાથે જ ઊંટ પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. સરહદ પારથી કોઈપણ અનિચ્છનીય ગતિવિધિને રોકવા માટે 24 કલાક દેખરેખ રાખવામાં આવશે.