દિલ્હીઃ ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યા બાદ હવે કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્મ માહોલ જોવા મળી રહ્યો છે ભારત તરફથી કેનેડા સામે ઘણી કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે કેનેડામાં ખઆલિસ્તાનીઓનું વિરોઘ પ્રદર્શન પણ ચાલી રહ્યું છે જેને જોતા કેનેડામાં ભારતીય દુતાવાસની બહાર સુરક્ષા વઘારી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના વિરોધમાં ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા, સંગીત ચાલુ કરીને સૂત્રોચ્ચાર કર્યા. તેમાંથી કેટલાકે ભારતીય કોન્સ્યુલેટની બહાર ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું. આવો જ વિરોધ ટોરોન્ટોમાં પણ થયો હતો. દરમિયાન, વેનકુવર પોલીસ વિભાગે સાવચેતીના ભાગરૂપે ભારતીય કોન્સ્યુલેટની આસપાસનો રસ્તો બંધ કરી દીધો છે.
સ્થાનિક મીડીયા એહેવાલ મુજબ હોવ સ્ટ્રીટ પર ભારતીય કોન્સ્યુલેટના પ્રવેશદ્વારને અવરોધિત કરવા માટે બેરિકેડ ઉભા કરવામાં આવ્યા છે. વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશને ઉશ્કેરણી અને દખલગીરીની સંભાવનાને લઈને પહેલેથી જ ચેતવણી જારી કરી હતી અને તકેદારી રાખવાનું આહ્વાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશને નિજ્જરની હત્યાને લઈને આ કોલ આપ્યો હતો સંગઠનના વડા તેજિન્દર સિંહ સિદ્ધુએ એક નિવેદન જારી કરીને નિજ્જરના હત્યારાઓને શોધી કાઢવાની હાકલ કરી છે.
આ બબાતને લઈને વૈનકુવર પોલીસે કહ્યું કે આગળની સૂચના સુધી વૈકલ્પિક માર્ગ અપનાવો હોવે સ્ટ્રીટ ડબલ્યુ, કોર્ડોવા અને ડબલ્યુ કે જે હેસ્ટિંગ્સ સ્ટ્રીટ વચ્ચે વાહન વ્યવહાર માટે બંધ છે, વેનકુવર પોલીસે X પરની પોસ્ટમાં જણાવ્યું હતું. કૃપા કરીને આગળની સૂચના સુધી વૈકલ્પિક માર્ગની યોજના બનાવો.
ઉલ્લેખનીય છે કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરના રોજ ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા નિજ્જરના ગોળીબારમાં થયેલા મોતમાં ભારતની સંડોવણી હોવાના આક્રોશભર્યા આક્ષેપો કર્યા ત્યારથી ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે .