નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સીઆરપીએફએ એક વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 175 આંતકવાદીઓને ઠાર માર્યાં છે. જ્યારે 19 જેટલા નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે.
સીઆરપીએફના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 175 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. 1લી માર્ચ 2021થી 16મી માર્ચ 2022 સુધીમાં 183 જેટલા આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત વામપંથી ઉગ્રવાદનો સામનો કરતા રાજ્યોમાં પણ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 19 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. આ ઉપરાંત 699 નક્સલવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. સીઆરપીએફના ડીજી કુલદીપ સિંહએ જણાવ્યું હતું કે, આ ઓપરેશન દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનો આર્થિક સહાય ચુકવવામાં આવે છે. 20 લાખથી વધારે 30 લાખ તથા અન્ય તમામ મામલામાં 15 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે.
(Photo-File)