Site icon Revoi.in

શ્રીનગરના ખાનમોહમાં સુરક્ષા દળોએ એન્ટકાઉન્ટરમાં બે આતંકવાદીઓને માર્યાં ઠાર

National

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં શરૂ થયું હતું, જેમાં સુરક્ષા દળો સાથે વહેલી સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સંગઠન અલ-બદ્ર આતંકી સંગઠનનાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો દ્વારા હજુ પણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. માર્યા ગયેલા આતંકવાદીઓ અલ-બદ્ર આતંકી સંગઠન સાથે સંકળાયેલા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની સંયુક્ત ટીમે સીઝ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

આઈજીપી કાશ્મીરએ જણાવ્યું કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓ અલ-બદ્ર આતંકી સંગઠનનાં છે. ખાનમોહ ક્ષેત્રમાં અથડામણમાં એક અને અજાણ આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષા દળોએ ત્યાં આતંકવાદીઓની હાજરીની બાતમીનાં આધારે આ વિસ્તારની ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોની ચોકીઓ પર આતંકીઓએ ગોળીબાર કર્યા બાદ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર જનરલના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરનાં શોપિયન જિલ્લામાં સુગન અને તુર્ખાવાંગમ સુરક્ષા દળો વચ્ચે એક તાત્કાલિક વિસ્ફોટક ડિવાઇસ (આઈઈડી) ની શોધ કરી હતી.