- જમ્મુ કાશ્મીરના નૌગામમાં સુરક્ષા દળોને મળી સફળતા
- એન્કાઉન્ટરમાં બે આતંકીઓને કર્યા ઠાર
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓ શાંતિનો ભંગ કરવાના સતત પ્પર.યત્ન કરતા રહે છે ત્યારે સેનાના જવાનો પણ ખડેપગે રહીને અહીની સુરક્ષાનું ધ્યાન આપતા રહેતા હોય છે ત્યારે વિતેલા દિવસને રાત્રે જમ્મુ કાશ્મીરના જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લાના નૌગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ બન્ને આતંકીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અંસાર ગઝવત-ઉલ-હિંદીના હોવાનું કહેવાય રહ્યું છે. શ્રીનગર પોલીસના ઇનપુટ પર, શ્રીનગર પોલીસ અને સેનાની 50RRની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ પછી આતંકવાદીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા.
નૌગામ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ડાંગરપોરા વિસ્તારમાં ચોક્કસ ઇનપુટના આધારે સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી એક એકે સિરીઝની રાઈફલ, 2 પિસ્તોલ, ગ્રેનેડ અને દારૂગોળો મળી આવ્યો છે.
આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો જેણે જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ કર્યું. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જે છેલ્લા અહેવાલો આવ્યા ત્યાં સુધી ચાલુ હતું,
ઘટનાઓની વિગતો આપતાં એડીજીપી કાશ્મીરે કહ્યું કે આતંકવાદીઓની ઓળખ પુલવામાના એજાઝ રસૂલ નઝર અને શાહિદ અહમદ તરીકે થઈ છે. તેઓ પશ્ચિમ બંગાળના મુનીર ઉલ ઈસ્લામ નામના બહારના મજૂર પર 2 સપ્ટેમ્બરે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સામેલ હતા.