દિલ્હી – જમ્મુ કાશ્મીર કે જેને દેશની જન્નત ગણવામાં આવ છે, જ્યા દુશ્મન દેશ પાકિસ્તાન તરફથી અવાર નવાર નાપાક કાવતરાને અંજામ આપીને આ ક્ષેત્રની શઆંતિ ડખોળવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, આ સાથે જ આંતકીઓને પાકિસ્તાન તરફથી પ્રોત્સાહન પણ પુરુ પાડવામાં આવતું હોય છે.
ત્યારે જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુર્કષાદળોને આતંકીઓ સંતાયેલા હોવાની બાતમી મળતાની સાથે જ શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે ગામમા આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળી છે ત્યા લોકો માટે આવવા -જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, તે સાથે જ ડોર ટૂ ડોર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના કલંતરા ક્રેઇ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 29 આરઆર, એસઓજી અને સીઆરપીએ સંયૂક્ત રીતે વિસ્તારના આતંકવાદીઓના ઇનપુટ પછી કલંતારા ક્રેરી ગામને સંયુક્ત રીતે ઘેરી લીધું છે.
સાહિન-