કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા – 2 જૂદા-જૂદા એન્કાઉન્ટમાં 4 આતંકીઓ ઠાર
- કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા
- 2 એન્કાઉન્ટમાં 4 આતંકીઓ ઠાર
શ્રીનગર- જમ્મુ કાશ્મીર પ્રદેશમાં આતંકીઓ પોકાની નાપાક હરકતને અંજામ આપવાના તમામ પ્રયત્નો કરતાલ રહે છે જો કે સેના આતંકીઓના દરેક ઈરાદાઓને નિષ્ફળ બનાવવાના પ્રયાસમાં છે ત્યારે સેનાએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં એક વિશેષ ઓપરેશનમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કાશ્મીર ઝોનના પોલીસ અધિકારી વિજય કુમારે જણાવ્યું કે આ વિસ્તારમાં બે આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમી મળી હતી તે સાથે જ કુલગામમાં હિંદુ મહિલા શિક્ષિકા રજની બાલાની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે.
કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આજે સવારે અનંતનાગમાં બે આતંકવાદીઓ સંતાયેલા હોવાની માહિતી મળી હતી. કાશ્મીર ઝોનના પોલીસ અધિકારી વિજય કુમારે જણાવ્યું કે બંને આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી જૂથના છે. આ ઓપરેશનમાં બે આતંકીઓ માર્યા ગયા છે.
શિક્ષક રજની બાલાના હત્યારાઓ પણ ઠાર
બીજી તરફ બુધવારથી કુલગામમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 24 કલાકથી વધુ ચાલેલા આ ઓપરેશનમાં સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે.
આ ઘટનાને પગલે કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ હિન્દુ શિક્ષક રજની બાલાની હત્યામાં સામેલ હતા. 31 મેના રોજ કુલગામ જિલ્લાની ગોપાલપોરા હાઈસ્કૂલમાં શિક્ષક રજની બાલાને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા હતા.ત્યારે હવે શિક્ષીતાની મોતનો બદલો સેના દ્રારા લેવામાં આવી ચૂક્યો છે