લો લોબો, બરેલીમાં માસ્ક પહેર્યા વગર બેંકમાં આવનારા ગ્રાહક ઉપર સિક્યુરીટી ગાર્ડે કર્યું ફાયરિંગ
- ગ્રાહકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો
- પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી
- પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો
બરેલીઃ ઉત્તરપ્રદેશમાં કોરોના કાળમાં માસ્ક અને સમાજીક અંતર સહિતના જરૂરી નિયમોનું પાલન ફરિયાત કરાયું છે. દરમિયાન બરેલીમાં રેલવે સ્ટેશન પાસે આવેલી બેંકમાં પાસબુકના કામ અર્થે ગયેલા ગ્રાહક સાથે સિક્યુરીટી ગાર્ડની તકરાર થઈ હતી. જેમાં ગાર્ડે ફાયગિંર કરતા ગ્રાહક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમજ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયાં હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જંકશન નજીક રેલવે કોલોનીમાં રહેતા રાજેશ કુમાર રેલવે ટીએમસી વિભાગના કર્મચારી છે. સવારના સમયે તેઓ નજીકમાં આવેલી બેંકની શાકામાં પાસબુક અપડેટ કરાવવા ગયા હતા. બેંકના ગેડ ઉપર તૈનાત ગાર્ડ કેશવ પ્રસાદે માસ્કના મુદ્દે તેમને બેંકમાં જવા દીધા ન હતા. થોડીવાર બાદ રાજેશ કુમાર માસ્ક પહેરીને બેંક ગયા હતા. જ્યારે લંચ હોવાનું સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું.
આ દરમિયાન બંને વચ્ચે માસ્કને લઈને ફરીથી તકરાર થઈ હતી. ત્યારે સિક્યુરીટી ગાર્ડે પોતાની પાસેથી બંદુકથી રાજેશ કુમાર ઉપર ફાયરિંગ કર્યું હતું. ગોળી તેમના પગમાં વાગતા ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ગુનો નોંધીને સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.