- ગુજરાત સરકારે મંદિરની સુરક્ષા વધારવાનો કર્યો નિર્ણય
- મંદિરમાં થ્રી લેયર સિક્યુરિટી કરવામાં આવી
- દરેક હિલચાલ પર ઝીણવટભરી નજર રખાશે
રાજકોટ:અલ કાયદાના નેતાની ધમકી અને IBના ઈનપુટ બાદ ગુજરાત સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે અને દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.હવે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને દરેક હિલચાલ પર ઝીણવટભરી નજર રાખવામાં આવશે.
આ સમયે નુપુર શર્માના નિવેદન બાદ દેશમાં નારાજગી અને વિરોધ જોવા મળી રહ્યો છે. અલકાયદાની ધમકી બાદ હવે દ્વારકા મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.હવે દ્વારકા મંદિરમાં થ્રી લેયર સિક્યુરિટી કરવામાં આવી છે.અહીં આવતા ભક્તોને મંદિરમાં કોઈપણ પ્રકારનો સામાન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આતંકવાદી સંગઠન અલ કાયદાએ પોતાના સંદેશમાં પયગંબર મોહમ્મદનું અપમાન કરનારાઓને ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે દેશના ઘણા રાજ્યોમાં તે ભગવા કાર્યકરોને મારી નાખશે. તેણે કહ્યું છે કે તે ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમાં આત્મધાતી હમલા કરવા તૈયાર છે. સાથે જ તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ ભાજપનો અંત આવશે. અલકાયદાએ આ ધમકી ટીબીની ચર્ચા દરમિયાન બીજેપી નેતા નુપુર શર્મા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને આપી છે. તેણે પોતાના મેસેજમાં ડિબેટનો ઉલ્લેખ પણ કર્યો છે.