Site icon Revoi.in

ખલિસ્તાની આતંકી પન્નુની ધમકી બાદ દિલ્હી અને પંજાબ એરપોર્ટ પર સુરક્ષા વધારાઈ ,મૂલકતીઓનો પ્રવેશ બધ કરાયો

Social Share

દિલ્હી- છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાનીઓ નો આતંક વધતો જીઓવ મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ ખાલિસ્તાની આતંકી પન્નું એ ધમકી આપી હતી જેને લઈને હવે દિલ્હી અને પંજાબ એરપોર્ટ પર સખ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની ધમકી બાદ દિલ્હી અને પંજાબ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ દિલ્હી અને પંજાબ એરપોર્ટ પર મુલાકાતીઓને એન્ટ્રી પાસ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.હવે નવેમ્બરના અંત સુધી દિલ્હી એરપોર્ટ પર મુલાકાતીઓ માટે ટેમ્પરરી એરપોર્ટ એન્ટ્રી પાસ પર પ્રતિબંધ રહેશે.

 મીડિયા મુજબ આ સૂચના 6 નવેમ્બરે મુલાકાતીઓના સંબંધમાં એરપોર્ટ ઓથોરિટીને આપવામાં આવી હતી. આ સિવાય સેકન્ડરી લેડર પોઈન્ટ પર યાત્રીઓના સામાનની પણ મેન્યુઅલી તપાસ કરવામાં આવશે. ચડતા પહેલા મુસાફરોની બેગ અને સામાનની તપાસ કરવામાં આવે છે.

આ પ્રેક્ટિસ દિલ્હી અને પંજાબ એરપોર્ટ પર કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે એવિએશન સેફ્ટી રેગ્યુલેટરે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં એરપોર્ટ્સ, એરસ્ટ્રીપ્સ, એરફિલ્ડ્સ, એરફોર્સ સ્ટેશન, હેલિપેડ, ફ્લાઇટ સ્કૂલ અને એવિએશન ટ્રેનિંગ સ્કૂલ્સ જેવી નાગરિક ઉડ્ડયન સંસ્થાઓ માટેના જોખમને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે.

આ સાથે જ ભારતે કેનેડાને સુરક્ષા વધારવા માટે પણ કહ્યું છે અને પન્નુ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. પન્નુએ એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી આપી હતી 4 નવેમ્બરે ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો હતો અને એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી આપી હતી.આ સિવાય પન્નુએ 19 નવેમ્બરે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરવાની ધમકી પણ આપી હતી.