છત્તીસગઢના બસ્તરમાં ભાજપના 43 નેતાઓની સુરક્ષા વધારાય, નક્સલીઓથી છે જીવનું જોખમ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણામાં બસ થોડાક દિવસો જ બાકી છે. તેવામાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે છત્તીસગઢના નક્સલગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના નેતાઓની સુરક્ષામાં વધારો કરાયો છે. જે નેતાાઓને નક્સલીઓથી જીવનું જોખમ છે, તેમની સુરક્ષા વધારવામાં આવી છે. છત્તીસગઢની ભાજપ સરકારે બસ્તર વિસ્તારના ભાજપના 43 નેતાઓની સુરક્ષા વધારી છે.
સુકમા, દાંતેવાડા, નારાયણપુર, કાંકેર, બસ્તર અને બીજાપુરના ભાજપના નેતાઓની સુરક્ષા વધારવામાં આવી છે. સુકમા ભાજપના જિલ્લાધ્યક્ષ ધનીરામ બારસેને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેના સિવાય ભાજપના 4 નેતાઓને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. જ્યારે ભાજપના 38 જેટલા નેતાઓને એક્સ શ્રેણીની સુરક્ષા મળી છે.
વિધાનસભા ચૂંઠણી પહેલા જ નક્સલીઓના નિશાના પર ભાજપના નેતા છે. આના પહેલા વિધાનસભા ચૂંઠણીમાં પણ બસ્તર વિસ્તારના ભાજપના નેતાઓને કેન્દ્ર સરકારે સુરક્ષા આપી હતી. આ દરમિયાન ભાજપના નેતાઓએ તત્કાલિન કોંગ્રેસ સરકારમાંથી સુરક્ષાની માગણી કરી હતી. પરંતુ તેનો ઈન્કાર કરી દીધો હતો. તેવામાં તેમને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા આપી હતી.
છત્તીસગઢની ભાજપ સરકારના ડેપ્યુટી સીએમ અને ગૃહ મંત્રી વિજય શર્માએ નક્સલીઓ સમક્ષ વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને નક્સલીઓએ કેટલીક શરતો સાથે સ્વીકારી પણ લીધો હતો. જો કે આને લઈને આગળ કોઈપણ પહેલ કરવામાં આવી નથી. નક્સલીઓએ કેટલાક દિવસ પહેલા જ ભાજપના નેતાઓની હત્યા કરી હતી.
આ દરમિયાન ભાજપે કોંગ્રેસ પલર નિશાન પણ સાધ્યું છે. છત્તીસગઢ ભાજપના પ્રવક્તા સંજય પાંડેએ કહ્યુ છે કે પાંચ વર્ષ કોંગ્રેસની સરકાર રહી અને તે દરમિયાન નક્સલીઓએ પોતાની શક્તિ વધારી તથા તેનું પરિણામ હવે સામે આવી રહ્યું છે. તેમણે કહ્યુ કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ભાજપના નેતાઓની ટાર્ગેટેડ હત્યાઓ થઈ રહી હતી. પરંતુ હવે સરકાર બદલાય છે. ભાજપના પ્રવક્તાએ કહ્યુ છે કે જ્યાં સુધી નેતાઓને જવાની મંજૂરી હશે, ત્યાં સુધી અમે પ્રચાર કરીશું. છત્તીસગઢનના છેલ્લા ગામ સુધી વોટ માંગવા માટે જઈશું.