લખનૌઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ વિભાગોને સરકારી-બિનસરકારી સંસ્થાઓમાં કામ કરતી મહિલા કર્મચારીઓની સુરક્ષા મુદ્દે તેમની નોંધણી કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ પોલીસ હેલ્પ ડેસ્ક અને હેલ્પલાઈન નંબરોને વધુમાં વધુ લોકો સુધી ફેલાવવાનો નિર્દેશ કર્યો છે.
મહિલા સુરક્ષાને લઈને સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓને રોજગાર અને સ્વરોજગાર સાથે જોડવા તમામ વિભાગોએ નક્કર પ્રયાસો કરવા પડશે. મહિલા કામદારોની સુરક્ષા માટે વિભાગીય સ્તરે પણ નક્કર આયોજન કરવું જોઈએ. નિયમો અનુસાર, મહિલાઓને પ્રસૂતિ રજા મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ.