- બીજાપુરમાં સુરક્ષામાં તૈનાત જવાન શહીદ
- માઓવાદીઓ દ્વારા લગાવવામાં IEDની ઝપેટમાં જવાન શહીદ
રાયપુર- છત્તીસગઢ એ માઓવાદીઓનું મઢ ગણાય છે અહી અવારનવાર માઓવાદીઓ પોતાનો આતંક ફેલાવતા હોય છે જેમાં ઘણા જવાન અને આસપાસના લોકોને નુકશાન થાય છે કેટલાક જવાન શહીદ થાય છે ત્યારે ફરી એક જવાન માઓવાદીઓ દ્રારા લગાવવામાં આવેલા આઈઈડીની ઝપેટમાં આવતા શહીદ થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓ સક્રીય બનતા જોવા મળ્યા છે. નક્સલવાદીઓ દરરોજ જવાનોને નિશાન બનાવી રહ્યા છે. આ શ્રેણીમાં ફરી એકવાર બીજાપુરથી IED બ્લાસ્ટની ઘટનામાં એક જવાન શહીદ થયો હતો.
બીજાપુરમાં, માઓવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ પ્રેશર આઈઈડીથી અથડાઈને CAF જવાન શહીદ થયો હતો. શહીદ જવાનનું નામ એપીસી વિજય યાદવ તે જે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રાજપુર ગામનો રહેવાસી છે. વિજય યાદવ રોડ નિર્માણના કામમાં સુરક્ષા આપવા માટે તેમનાર કેમ્પથી રવાના થયા હતા.
માહિતી અનુસાર, ઘટના મિર્તુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં તૈનાત CAF જવાનને રોડ નિર્માણ કાર્યમાં સુરક્ષા પૂરી પાડવા માટે ફરજ પર મૂકવામાં આવ્યો હતો. જવાનોની ટીમ નિર્માણ કાર્યમાં સુરક્ષા પૂરી પાડવા માટે તીમાનાર કેમ્પ જઈ રહી હતી કે રસ્તામાં આસિસ્ટન્ટ પ્લાટૂન કમાન્ડર વિજય યાદવ IEDની ઝપેટમાં આવી ગયા.આ વિસ્ફોટ એટેપલ કેમ્પથી 1 કિમી દૂર ટેકરી ખાતે થયો હતો. શહીદ જવાનના પાર્થિવ દેહને ભૈરમગઢ પોલીસ સ્ટેશનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા આ મહિને 9 માર્ચે છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટર બાદ મોટી માત્રામાં વિસ્ફોટકો અને બેરલ ગ્રેનેડ લોન્ચર મળી આવ્યા હતા.