* અમદાવાદ એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી,
* સ્વતંત્રતા દિવસને કારણે સિક્યોરિટી વધારાઈ,
* સિક્યોરિટી પર્પઝથી વહેલું એરપોર્ટ પહોંચવું જરૂરી
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર સ્વાતંત્ર પર્વને લીધે સિક્યોરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પ્રવાસીઓ માટેની એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં પ્રવાસીઓને તેના નિર્ધારિત સમય કરતા વહેલા એરપોર્ટ પહોંચવા જણાવાયું છે.
અમદાવાદના સરદાર પટેલ ઈન્ટર નેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર રોજૂબરોજ પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. આ સાથે જ ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ સેક્ટર માટેની ફ્લાઈટ પણ વિવિધ એરલાઇન્સ દ્વારા શરૂ કરવામાં આવી છે. એટલે કે, અમદાવાદ એરપોર્ટની કનેક્ટિવિટી વધતા મુસાફરોની અવરજવર પણ વધી રહી છે. આ સપ્તાહમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને કારણે એરપોર્ટ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. જ્યારે તહેવારોને કારણે લોંગ વિકેન્ડ પણ છે. આથી મુસાફરોનો ધસારો વધુ રહેશે. જેને કારણે મુસાફરોએ સિક્યોરિટી પર્પઝથી એરપોર્ટ પર વહેલું પહોંચવા જણાવાયું છે. ચાલુ સપ્તાહમાં ચારથી પાંચ રજા એકસાથે આવવાથી લોકો મીની વેકેશનના મૂડમાં છે. તેને કારણે આ સપ્તાહના અંતમાં અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો વધી શકે છે. આથી અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ગુરૂવારે 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસની તૈયારીઓના ભાગરૂપે એરપોર્ટ પર સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી છે. સ્વતંત્ર દિવસના ભાગરૂપે વીઆઇપી મુવમેન્ટ પણ વધી શકે છે. એટલે કે, એર ટ્રાફિક વધવાને કારણે મુસાફરોને વધુ સમય ફાળવવા માટે જણાવવામાં આવ્યું છે.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું છે કે, 15મી ઓગસ્ટને કારણે વધારે સિક્યોરિટી મેજર્સને ધ્યાનમાં રાખીને 20 ઓગસ્ટ સુધી મુસાફરો માટે એરપોર્ટ ઉપર સિક્યોરિટી ખડકી દેવામાં આવી છે. આથી તમામ મુસાફરોએ સિક્યોરિટી પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમય ફાળવવો પડશે. જેથી કરીને ફ્લાઇટના ઓપરેશનમાં કોઈ વિલંબ ન થાય અને સિક્યોરિટી મેજર્સ ચેક કરવા માટે પણ ઓફિસર્સને તથા પેસેન્જરને પૂરતો સમય મળી રહે. આ માટે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.