- ડ્રોન હુમલાના જોખમ પર સેના એલર્ટ
- સૈન્ય મથકો પર એન્ટિ ડ્રોન ગન સહિત કમાન્ડો તૈનાત
દિલ્હીઃ- દેશમાં છેલ્લા બે દિવસથી જોવા મળતા ડ્રોન હુમલાને કારણે સૈન્ય મથકોમાં એન્ટિ ડ્રોન ગન સહીત કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ જો ગમે ત્યા ડ્રોન ઉડવાનું જોખમ જોવા મળે તો જવાબી કાર્યવાહી કરવાનાન પણ આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સૈન્યના તમામ મુખ્યાલય, એકમો અને કેમ્પમાં સૈનિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
એરફોર્સ સ્ટેશન પર પણ એન્ટી ડ્રોન ગનવાળા એનએસજી કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. જો કે, સેનાના પ્રવક્તાએ કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી નથી, પરંતુ તમામ કેમ્પને એલર્ટ રાખવામાં આવ્યા છે. બે દિવસ સતત બે ડ્રોનની ઘટનાઓથી સુરક્ષાતો જોખમમાં છે જ પરંતુ તે એક મોટો પડકાર પણ છે. તેથી, સૈન્ય સંપૂર્ણ સજાગ છે અને તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ, કાલુચક લશ્કરી સ્ટેશનની ઘટના સંદર્ભે સોમવારે પોલીસે કુંજવાની, પુરમંડલ મોડ, બાડી બ્રહ્મણા, રત્નુચક, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વગેરે સ્થળોએ વાહનો રોકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તમામ સ્થળોએ પોલીસ અને સેનાએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
પોલીસ અધિકારીના કહ્યા પ્રમાણે, પોલીસ પણ આ તમામ પર કડક નજર રાખી રહી છે. સતત બે દિવસની ઘટનાઓ અંગે આખો સ્ટાફ સજાગ છે. તમામ પોલીસ પ્રભારી પોતપોતાના વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ સતત મીટ માંડીને બેઠા છે.
આ સાથે જ પોલીસ દ્વારા પોતાના સ્તરે એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાની તપાસને પણ વેગ આપ્યો છે. સોમવારે પોલીસે સતવારીની આસપાસના મકાનોની તલાશી લીધી હતી. 100 થી વધુ સ્થાનોનાં સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ઘરી છે અને 50 થી વધુ લોકોનાં નિવેદનો લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.