Site icon Revoi.in

હોળીની જ્યોત જોઈને અંબાલાલ પટેલે કરી સંપૂર્ણ વર્ષની આગાહી

Social Share

અમદાવાદ:ગુજરાતમાં રહેતા અંબાલાલ પટેલ દ્વારા અનેક પ્રકારની આગાહી કરવામાં આવતી હોય છે.ખાસ કરીને વાતાવરણને લઈને અને વરસાદને લઈને તેમના દ્વારા અનેકવાર આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હવે આ વખતે અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળા જોઈને આખા વર્ષની આગાહી કરવામાં આવી છે.

ચોમાસા અંગે આગાહી કરતા તેમણે જણાવ્યું કે, પશ્ચિમ ઉતરના પવનના કારણે વંટોળ અને વાવાઝોડાનું પ્રમાણ રહેશે. સમગ્ર ચોમાસુ ખુબ જ તોફાની રહેશે. શરૂઆતમાં વરસાદ રહેશે બાદમાં અનિયમિત વરસાદ રહેશે જેના કારણે ખેડૂતોની પરેશાનીમાં વધારો થશે. મે મહિનામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી રહેશે. ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં વરસાદ અનિયમિત રહેશે. પવનથી નુકસાન થાય તેવા પાકને ખુબ જ નુકસાન થશે.નોંધનીય છે કે, અંબાલાલ પટેલની આગાહી હંમેશાથી જ સચોટ રહી છે.

અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે આ વર્ષે હોળીની જ્વાળાઓ કોઇ એક દિશામાં નથી. જેના કારણે આગામી વર્ષ ખુબ જ તોફાની રહેવાની આશંકા છે. આ ઉપરાંત અંબાલાલ પટેલના અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છ અને અમદાવાદમાં સૌથી વધારે ગરમી રહેશે. ગ્રહોની અસરને જોતા આ વર્ષે એપ્રિલ તથા મે તથા જુન મહિનામાં વાવાઝોડાની સૌથી વધારે અસર રહેશે. હવામાન આ વર્ષે ખુબ જ અનિયમિત રહેવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત તે પણ કહેવામાં આવ્યું કે 26 એપ્રિલ બાદથી જ સુર્યનારાયણ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કરશે.47 ડિગ્રી ગરમી રહેશે.આગની સ્થિતિને જોતા વાતાવરણમાં ભારે ઉથલપાથલ રહેશે.