Site icon Revoi.in

ગ્રાન્ટેડ શાળાઓમાં સાયન્સના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની સંખ્યાના નિયમોમાં ફેરફાર કરવા માગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ના વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરેલી હોય છે. પરંતુ ધોરણ 10 બાદ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ ઓછા હોય છે. આથી સાયન્સના વર્ગોમાં વર્ગદીઠ સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. અને આ અંગેના હાલ જે નિયમો છે. એમાં ફેરફાર કરવો જોઈએ એવી માગણી કરવામાં આવી છે.

રાજ્યના શાળા સંચાલક મંડળના જણાવ્યા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9થી 12માં વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 60+36 રાખવામાં આવી છે. જે કોરોના કાળમાં ઘટાડીને 42+25 કરવામાં આવી હતી. પરંતુ સંચાલકોએ આ સંખ્યા કાયમ માટે 25+18 કરવા માગ કરી છે. વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણી શકે તે માટે સ્કૂલમાં વર્ગ દીઠ સંખ્યામાં ઘટાડો કરવો જોઇએ. આ અંગે રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે,  રાજ્યમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9થી 12મા વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 60+36 રાખવામાં આવી છે. કોરોના કાળમાં આ સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે 42+25 કરવામાં આવી હતી. પરંતુ આ સંખ્યા કાયમી ધોરણે ઘટાડવી જોઇએ. ધોરણ 10 બાદ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. વિદ્યાર્થીઓ ઓછા હોવાને કારણે નજીકની સ્કૂલમાં પ્રવેશ મેળવે પરંતુ ગ્રાન્ટેડ સ્કૂલમાં નિયત સંખ્યા ના હોય તો સ્કૂલ વર્ગ ચલાવી ન શકે જેથી વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલમાં એડમિશન મેળવવું પડે છે. અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ ઇચ્છતા હોય છતાં વિજ્ઞાન પ્રવાહમાં ગ્રાન્ટેડ સ્કુલમાં પ્રવેશ મેળવી શકતા નથી.

શાળા સંચાલક મંડળના એક સભ્યના કહેવા મુજબ  વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે ગ્રાન્ટેડ તથા ખાનગી સ્કૂલોમાં મળીને 1 લાખ કરતા ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજ્યમાં 800થી વધુ ગ્રાન્ટેડ સ્કૂલોમાં તથા 300થી વધુ ખાનગી સ્કૂલોમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગ છે. પરંતુ વિદ્યાર્થીની સંખ્યા ના જળવાય તો શાળાઓમાં વર્ગ બંધ કરવા પડે છે. કોમર્સ અને આર્ટ્સ કરતા વિજ્ઞાન પ્રવાહમાં ઓછા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. ગ્રામ્ય વિસ્તારમાં વાલી વિદ્યાર્થીને વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવા ઇચ્છે પરંતુ સંખ્યા ના હોવાથી સ્કૂલ બંધ થાય તો વાલી ના ભણાવી શકે જેથી વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 25+18 કરવામાં આવે તે જરૂરી છે. (File photo)