Site icon Revoi.in

અફઘાનિસ્તાને તાલિબાનના આતંકથી બચવા માટે ભારત પાસે મદદ માંગીઃ મંત્રી એસ જયશંકરને અફઘાનના વિદેશ મંત્રી એ કર્યો ફોન

Social Share

 

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા જે રીતે આંતક ફેલાવાઈ રહ્યો છે તેને જોતા અફઘાનિસ્તાન પરિસ્થિતિ વધુને વધુ નાજુક બનતી જઈ રહી છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનમાં રક્ષામંત્રીના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટની પમ ઘટના બની હતી ત્યારે હવે અફઘાનિસ્તાને  ભારત પાસે તાલિબાનથી બચાવવા માટે વિનંતી કરી છે.

આ માટે મંગળવારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ અતમારે તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન, તેમણે તાલિબાન અને વિદેશી આતંકવાદી જૂથો દ્વારા હુમલાઓથી યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ઝડપથી વણસી રહેલી સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ તેમણે પરિસ્થિતિ સુધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કટોકટી બેઠક બોલાવવાની પણ વાત કરી હતી.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અતમારે વિદેશી લડવૈયાઓ અને આતંકવાદી જૂથો સાથે મળીને તાલિબાનના હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને આ ક્ષેત્રની સ્થિરતા અને સુરક્ષા પર તેમના સંભવિત પરિણામો ગણાવ્યા હતા.

આ સાથે જ વિદેશ મંત્રી અતમારે જયશંકર સાથે તાલિબાન અને વિદેશી આતંકવાદી જૂથો દ્વારા વધતી હિંસા અને વ્યાપક માનવ અધિકારોના ઉલ્લંઘન વિશે વાત કરી હતી. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે અફઘાનિસ્તાનમાં હિંસાના તાત્કાલિક અંત પર ધ્યાન કેન્દ્રિત કરીને સુરક્ષા પરિષદની બેઠક યોજવામાં આવે.