નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ ઉપર ઝીરો પોઇન્ટ નજીક સીમા દર્શન પ્રોજેકટ હાલ પૂર્ણતાના આરે
- બોર્ડર ટુરીઝમને વિકસાવવાના ઈરાદાથી આ પ્રોજેકટ હાથ ધરાયો હતો
- 125 કરોડના ખર્ચે આ પ્રોજેકટ 2016થી હાથ ધરવામાં આવ્યો હતો
- પરેડ ગ્રાઉન્ડમાં રીટ્રીટ સેરેમનીમાં 5 હજાર માણસોની બેઠક વ્યવસ્થા
અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયા સાથે જોડાયેલો છે. સરહદ ઉપર ભારતીય સરક્ષા એજન્સીઓએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાસકાંઠામાં ભારત-પાકિસ્તાનની બોર્ડર ઉપર સીમા દર્શનનું આયોજન કરવામાં આવશે. સીમા દર્શનના કાર્યક્રમને લઈને પૂરજોશથી તૈયારીઓ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ઝીરો પોઇન્ટ નજીક સીમા દર્શન પ્રોજેકટ હાલ પૂર્ણતાના આરે પહોંચ્યો છે. બોર્ડર ટુરીઝમને વિકસાવવાના ઈરાદાથી 125 કરોડના ખર્ચે આ પ્રોજેકટ 2016થી હાથ ધરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ નડાબેટ પહોંચીને કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. સીમા દર્શન પ્રોજેકટ હેઠળ અહીં વિશાળ પાર્કિગ, આગમન પ્લાઝા, 500 માણસોની બેઠક વ્યવસ્થા સાથેનું ઓડિટોરીયમ, સ્ટેજ, સોવિનિયર શોપ વગેરે ઊભા કરશે. સરહદ ગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ, પરેડ ગ્રાઉન્ડમાં રીટ્રીટ સેરેમની જેમાં 4 થી 5 હજાર માણસોની બેઠક વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે.