1. Home
  2. ગુજરાતી
  3. જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય અસરોના અભ્યાસ માટે અમદાવાદ તથા રાજકોટની પસંદગી
જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય અસરોના અભ્યાસ માટે અમદાવાદ તથા રાજકોટની પસંદગી

જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય અસરોના અભ્યાસ માટે અમદાવાદ તથા રાજકોટની પસંદગી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જળવાયુ અને પર્યાવરણ પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ભવિષ્યને ધ્યાને રાખીને તેની સંભવિત અસરોનો અભ્યાસ જરૂરી છે. ગુજરાત સરકારના જળવાયું કલાઇમેટ વિભાગ અને નવી દિલ્હીની વસુધા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓએ જળવાયુ પરિવર્તન સહિતની નકારાત્મક અસરોને આગામી સમયમાં જરૂરી પગલાં લઇ ઓછી કરવા માટે કરવાની થતી પોલિસીઓ અને ભલામણો રજૂ કરવા માટે રાજ્યમાં રાજકોટ અને અમદાવાદ જિલ્લાની પસંદગી કરી છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ જળવાયુ પરિવર્તન પર પગલાં લેવા માટેનું પ્રેઝન્ટેશન નવી દિલ્હીની સંસ્થાના વસુધા ફાઉન્ડેશને રજૂ કર્યુ હતું આ પ્રેઝન્ટેશનમાં આગામી 70 થી 80 વર્ષમાં રાજકોટ જિલ્લામાં હાલનો વિકાસ,વીજળીનો ઉપયોગ અને ટ્રાન્સપોર્ટેશન પ્રગતિ અને રાજ્યની સમગ્ર સ્થિતિ સામે ગ્રીન એનર્જી, સોલાર રૂફ ટોપ યોજના, કુસુમ યોજના, ઉજ્વલા યોજના, ઇવાહનો, અમૃત યોજના ,સ્વચ્છ ભારત યોજના અને બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ તથા અન્ય યોજનાઓમાં કામ કરવામાં આવે તો વર્ષ 2030 સુધીમાં જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસરો ના પડે અને જિલ્લામાં આગામી એશી વર્ષ સુધીમાં વરસાદના દિવસો વધશે નહીં પરંતુ વરસાદનું પ્રમાણ 21 ટકા સુધી વધી શકે અને તાપમાનમાં એક થી બે ડિગ્રી વધારો તેમજ ગરમીના દિવસોમાં 35 ટકાનો વધારો થવાની સંભાવના જોવા મળશે. જેથી પુર સહિતની સ્થિતિ નિવારવા તેમજ આ માટે જુદા જુદા ક્ષેત્રે કરવાની થતી કામગીરી ની પોલિસીમાં બદલાવ સહિતનુ અત્યારથી લાંબાગાળાનું આયોજન માટે ભલામણો રજૂ કરવામાં આવી હતી.

કલેક્ટરે રાજકોટ જિલ્લાનો કલાઇમેટ ચેન્જનો પ્લાન નું પ્રેઝન્ટેશન નિહાળી જણાવ્યું હતું કે વસુધા ફાઉન્ડેશન દ્વારા ગીર ફાઉન્ડેશન, શક્તિ સસ્ટેઇનેબલ એનર્જી ફાઉન્ડેશન તેમજ ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના સંકલનમાં રાજકોટ જિલ્લાનો વરસાદ, ગરમી ,ઠંડી અને અન્ય સેક્ટરમાં વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૯ સુધીની વિશ્વસનીય માહિતી એકત્ર કરીને વર્ષ ૨૧૦૦ સુધીમાં થનારી અસરો અને વર્ષ ૨૦૩૦ને ધ્યાનમાં રાખીને કરવાના થતાં બદલાવની માહિતી રજુ કરી આપી છે.

જેનો અભ્યાસ કરી સરકાર કક્ષાએ દરખાસ્તો તેમજ ગ્રીન –સોલાર એનર્જી નો વધું વપરાશ – ઇન્સટોલેશન માટે સ્થાનિક તંત્ર સાથે સંકલન, લોકોમાં જાગૃતિ સહિતનું આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા જળવાયુ પરિવર્તનની સંભવિત અસરો સામે લાંબાગાળાનું આયોજન છે. જેમાં નેશનલ કક્ષાએ સરાહનીય કામગીરી થઇ છે તેનો ઉલ્લેખ કરી રાજકોટ જિલ્લામાં પણ સોલાર રૂફ ટોપ યોજનાનો વિસ્તાર વધે ,બેટરી સંચાલિત વાહનોની પોલિસીમાં અમલવારી, વૃક્ષોનું વાવેતર, પર્યાવરણ સહિતની કામગીરી રાજ્ય સરકારના માર્ગદર્શન વધારવામાં આવશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code